Satya Tv News

વાલિયા નજીક આવેલી ગોધરેજ કંપનીનો કોન્ટ્રાકટ બંધ

કોન્ટ્રાક્ટને કોઈપણ જાણ કર્યા વિના સત્તાધીશોએ કોન્ટ્રાક્ટ આપી દીધો હોવાના આક્ષેપ

કંપનીની આ માનસિકતા સામે કામદારોએ પીસાઈ મારવાનો વારો આવ્યો

વાલિયા નજીક આવેલ ગોદરેજ કંપની દ્વારા ચાલુ કોન્ટ્રાકટ બંધ કરાવતા કામદારોએ હોબાળો મચાવ્યો હતો.

વાલિયા તાલુકાના કનેરાવ અને વાલિયા ગામની સીમમાં આવેલ ગોદરેજ કંપની ખાતે કામદારોએ ગેટ બહાર હોબાળો મચાવ્યો હતો અને તેઓના કોન્ટ્રાક્ટરના કોન્ટ્રાક્ટને કોઈપણ જાણ કર્યા વિના ગામના સરપંચ અને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષતા પતિને કંપની સત્તાધીશોએ કોન્ટ્રાક્ટ આપી દીધો હોવાના આક્ષેપ કર્યા હતા અને કંપની દ્વારા જુના કોન્ટ્રાક્ટરને કંપની દ્વારા અચાનક કામ બંધ કરાવતા કામદારોમાં રોષ જોવા મળ્યો હતો જો કે આ અંગે કંપનીએ આજરોજ નિરાકરણ કરવા કોન્ટ્રાકટરને ખાતરી આપવામાં આવી છે ત્યારે કંપનીની આ માનસિકતા સામે કામદારોએ પીસાઈ મારવાનો વારો આવ્યો છે.

વિડિઓ જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી સાથે વાલિયા

error: