ભરૂચમાં પાંચ બ્રહ્મરત્નોનું સન્માન કરી અનોખી ઉજવણી કરાય
ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી.
ભૃગુરુષી મંદિર ખાતે પાંચ જેટલા બ્રહ્મરત્નોનું સન્માન કરાયું
ભરૂચ શહેર અને જિલ્લામાં અખાત્રીજ અક્ષયતૃતીયા વૈશાખ સુદ ત્રીજને તારીખ 3 ને ભગવાન વિષ્ણુના છઠા અવતાર એવા શ્રી પરશુરામજીના જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાશી પછીના પ્રાચીન શહેર એવા ભરૂચની પાવન ધરા પર ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ પ્રસંગે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ શહેર એકમ દ્વારા શ્રી પરશુરામજીનું ઉપસ્થિત આગેવાનોના હસ્તે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.સાથે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન અને ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપ દ્વારા દાંડિયા બજાર ભૃગુરુષી મંદિર ખાતે પાંચ જેટલા બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમાજ માટે આજીવન સેવાનો ભેખ ધારણ કરનાર શૈલેષ દવે,લલ્લુભાઈ ચકલામાં ચાલતા નિઃશુલ્ક દવાખાના માં સેવા આપતા ડો, અલકેશ ત્રિવેદી, કોરોના કાળમાં ઘેર ઘેર નિઃશુલ્ક ભોજન પૂરું પાડનાર હેમલ દવે, 56 વખત રક્તદાન કરનાર જતીન અને સામાજિક સેવામાં હમેશ આગળ રહેનાર જાહ્નવી દર્શનનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સમસ્ત બ્રહ્મસમાજ જિલ્લા પ્રમુખ બિપિન ભટ્ટ, શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠનના પ્રમુખ અમરીશ દવે,ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપના સભ્યો ભદ્રેશભાઈ લીંબચીયા, ધર્મેશ સિકલીગર, હરેશ પુરોહિત, કૌશિક જોશી, સહિતના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ