નેત્રંગ પોલિસે ચાસવડનાં ઝરણાં ગામે કરી રેડ
કુલ રુપીયા ૧૨હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાયો
બે આરોપી સહિત એક ને વોન્ટેડ જાહેર કર્યો
નેત્રંગ પોલીસે ચાસવાદના ઝરણાં ગામે રેડ કરી રૂપિયા 12 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા
ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી દારુ જુગારની પ્રવૃતિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા જિલ્લાના પોલીસ તંત્રને સુચનાઓ આપવામાં આવેલ છે . તે અંતર્ગત આજરોજ નેત્રંગ પીએસઆઇ એન.જી.પાંચાણી પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ચાસવડ નાં ઝરણા ગામે નિશાળ ફળીયામાં રહેતો રણછોડભાઇ રૂમસીભાઇ ચૌધરી નામનો ઇસમ કબીરગામના વીનુભાઇ રામજીભાઇ વસાવા સાથે મળીને તેમના ઘરની આગળ ઓટલા ઉપર બેસીને આંક ફરકનાં આંકડા લખે છે . મળેલ બાતમીના આધારે ઉપરોક્ત જગ્યાએ પોલીસે રેઈડ કરતા સ્થળ ઉપર હાજર મળેલ બે ઇસમોને પકડી પાડયા હતા અને આંકડા લખેલ કુલ રોકડ ૫૬૧૫ તથા અંગ જડતી નાં રોકડ રૂપિયા ૫૫૪૦ મળી કુલ ૧૧૧૫૫ તથા બે મોબાઇલ પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપીયા તથા બે મોબાઇલ ફોન ૧૦૦૦ મળીને કુલ રૂપિયા ૧૨૧૫૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો . પોલીસે ઘટના સ્થળેથી પકડાયેલ ઇસમો રણછોડભાઇ રૂમસીભાઇ ચૌધરી રહે.ઝરણા , નિશાળ ફળિયુ , તેમજ વીનુભાઇ રામજીભાઇ વસાવા રહે . કબીરગામ , રાઠોડફળિયુ ,અને ગોનજી કુરિયાભાઈ ચૌધરી રહે .મોઝા ને વોન્ટેડ જાહેર કરી તેઓ ના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
વિડિઓ જર્નલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ