Satya Tv News

કરજણ પરશુરામ જયંતિ નિમિતે હિન્દૂ બ્રાહ્મણ તથા ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શોભયાત્રાનું આયોજન

મોટી સંખ્યામાં રાજકીય હોદ્દેદારો સાથે સમાજના વ્યક્તિઓ જોડાયા

સાથે ઈદ-ઉલ-ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી

કરજણ નગરમાં પરશુરામ જયંતિ નિમિતે હિન્દૂ બ્રાહ્મણ તથા ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

YouTube player

અખાત્રીજના દિવસે કરજણ શહેરમાં પરશુરામ જયંતિ નિમિત્તે બ્રાહ્મણ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે ઈદ-ઉલ-ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો બીજી તરફ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે.પરશુરામ જયંતિ નિમિતે દેશભરમાં શોભાયાત્રા તેમજ મહારેલી સહિત વિવિધ કાર્યક્રમોથી ઉજવવામાં આવતી હોય છે. કરજણ માં બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાઈક, કાર, સહિતના વાહનો જોડાયા હતા. આ શોભાયાત્રા કરજણ નગર નાં મુખ્ય માર્ગો પર નિકળી હતી. જેનું રસ્તામાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.આજ રીતે શહેરમાં વસતા બ્રહ્મ સમાજના લોકો દ્વારા પણ મહારેલીનું આયોજન કરાયું હતું. જેમાં આર્યાવર્ત બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જયંતિની ઉજવણીના ભાગરૂપે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બ્રહ્મ સમાજના લોકોસહિત નગરજનો જોડાયા હતા. આ મહારેલી ઢોલ-નગારા, ડી.જે.ને તાલે બાઇક તેમજ અન્ય વાહનો પણ જોડાયા હતાં આ દરમિયાન મોટી સંખ્યામાં રાજકીય હોદ્દેદારો સાથે સમાજના વ્યક્તિઓ જોડાયા હતા.

વિડિઓ જર્નાલિસ્ટ નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ

error: