Satya Tv News

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંસ દાસે બુધવારે અચાનક એક પ્રેસ કોન્ફરન્સ કરીને બેન્ચમાર્ક રેટને વધારવાની જાહેરાત કરી છે. આરબીઆઈ મોનિટરી પોલીસી કમિટીએ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટ એટલે કે 0.4 ટકાનો વધારો કર્યો છે. એટલે કે હવે રેપો રેટ 0.4 ટકા થયો છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધની અસર અનુભવાઈ રહી છે અને યુદ્ધનો પ્રભાવ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ સમજ્યો છે. વધતી માંગને જોતા આરબીઆઈ પોતાનું અકોમોડેટિવ સ્ટેન્સ એટલે કે ઉદાર વલણને છોડીને બેન્ચમાર્ક રેટ વધારી રહી છે.

છેલ્લા બે વર્ષથી આરબીઆઈએ તેની ઉદાર નીતિને યથાવત રાખી હતી. એપ્રિલ 2022 સુધી થયેલી મોનિટરી પોલિસીની અગાઉની 11 બેઠકોમાં પોલીસી રેટને યથાવત રાખવામાં આવ્યો હતો. હાલ આ મહિનાની શરૂઆતમાં થયેલી બેઠકમાં પણ એમપીસીએ રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટના દરને 3.35 ટકા પર યથાવત રાખ્યો હતો.

આરબીઆઈએ એમપીસીની બેઠક પછી મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે માર્ચ 2022માં રિટેલ મોંઘવારી ઝડપથી વધી અને 7 ટકાએ પહોચી. ખાસ કરીને ખાવા-પીવાની ચીજોની મોંઘવારીના કારણે હેડલાઈન સીપીઆઈ ઈન્ફ્લેશન એટલે રિટેલ મોંઘવારી ઝડપથી વધી છે. આ સિવાય જિઓપોલિટિકલ ટેન્શને પણ મોંઘવારીને વધારી છે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેનની વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધના કારણે ધઉં સહિત ઘણા અનાજોના ભાવ વધી ગયા છે. આ તણાવથી ગ્લોબલ સપ્લાઈ ચેન પર ખરાબ અસર પડી છે.

error: