ભરૂચના શક્તિનાથથી અયોધ્યા નગર જતા શંભુ ડેરી સામે આવેલી તૂટેલી કાસમાં ગાય ખાબકી
ફાયર ફાયટરો સહિત ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં
કાંસનો સ્લેબ તોડી સળિયા કાપી રેસ્કયુ કરી ગાયને હેમખેમ બહાર કાઢી
ભરૂચના શક્તિનાથ થી લિંક રોડ પર શંભુ ડેરીની સામે રોડની સાઇડ પર આવેલી તૂટેલી કાસમાં આજરોજ ગાય ખાબકી જતા ફાયર ફાયટરો સહિત ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાંસનો સ્લેબ તોડી સળિયા કાપી રેસ્કયુ કરી ગાયને હેમખેમ બહાર કાઢી હતી
ભરૂચની ખુલ્લી કાસો પશુઓ માટે જીવલેણ બની રહી છે ત્યારે ભરૂચના શક્તિનાથ થી લિંક રોડ પર શંભુ ડેરીની સામે રોડની સાઇડ પર આવેલી તૂટેલી કાસમાં આજરોજ ગાય ખાબકી જતા સ્થાનિકો દ્વારા નગરપાલિકા ફાયર ફાયટરો ની ફોન કરી જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો સહિત ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાંસનો સ્લેબ તોડી સળિયા કાપી રેસ્કયુ કરી ગાય ને હેમખેમ બહાર કાઢી હતી..
ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરમાં ગત ચોમાસામાં તૂટેલી કાસો અને ખુલ્લી ગટરોમાં માણસોના પડી જવાના બનાવો સામે આવ્યા હતા ત્યારે ફરી એક વખત આવનાર ચોમાસાને ધ્યાને રાખી નગરપાલિકા દ્વારા આ તૂટેલી કાસો અને ખુલ્લી ગટરો નું વહેલી તકે સમારકામ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ