Satya Tv News

સુરતની ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે કોર્ટ આજે આરોપી ફેનિલને સજા સંભળાવશે. મહત્વનું છે કે ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત જાહેર થયેલા ફેનિલ ગાયાણીને સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ફેનીલને સુનાવણી દરમિયાન કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જેમાં 188 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આ કેસની તપાસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. પોલીસે માત્ર 7 દિવસમાં આ ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી.

સરકાર પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે, વેબસિરિઝ જોઈને હત્યા કરાઈ છે. તો બચાવ પક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું કે વેબસિરીઝ જોતો એટલે લટકાવી દશો? આજે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આગામી તારીખ 26 એપ્રિલ આપી હતી. જેથી 26 એપ્રિલે સભંવતઃ ચુકાદો આવી શકે છે.

સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગુરુવારે હત્યારા ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. કારણ કે, આ હત્યાકેસમાં કુદરત યોગ્ય ઈન્સાફ ઈચ્છતી હોય એમ અનાયાસે ઉતરેલો વીડિયો આજે ન્યાયની દીશામાં મહત્વનો પુરાવો બની ગયો. આ કેસમાં કોર્ટે પણ ન્યાય માટે હચમચાવતા આ વીડિયોને 35 વાર જોયો. આ કેસના તમામ ઇલેક્ટ્રોનિક પુરાવા સત્ય પુરવાર થયાં છે. આ સત્ય પુરાવાઓના આધારે જ કોર્ટે ફેનિલને દોષિત જાહેર કર્યો હતો.

કોર્ટે 69 દિવસમાં જ દોષિત જાહેર કર્યો12 ફેબ્રુઆરીએ પાસોદરામાં એકતરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટ દ્વારા માત્ર 69 દિવસમાં જ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો અને કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકાર પક્ષ દ્વારા ત્રણ દિવસ સુધી દલીલ કરવામાં આવી હતી. જેમાં આરોપી દ્વારા ઉશ્કેરાટમાં હત્યા કરવામાં આવી હોવાનો ઈનકાર કર્યો હતો. આ સિવાય કોર્ટ દ્વારા 190 પૈકી 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 85 સાક્ષીઓને ડ્રોપ કરાયા હતા.

ફેનિલ 302, 307, 342 સહિતની કલમ અંતર્ગત દોષિત જાહેર- વીડિયો, પ્રત્યક્ષદર્શીના નિવેદન સહિતના પુરાવા સ્વીકારાયા – ષડયંત્ર પૂર્વક હત્યા કરાઇ હોવાનું કોર્ટે સ્વીકાર્યું- કહેવાતા પ્રેમ પ્રકરણના ફોટોથી પ્રેમ પુરવાર થયો નથી- કોર્ટે બંને પક્ષે પુરતો સમય આપ્યો હતો- આરોપીને 900 સવાલો સાથે ફર્ધર સ્ટેટમેન્ટ 300 પાનાનું હતું- પ્રેમ હોય તો હત્યા કરવાનું લાયસન્સ મળતું નથીઃ વકીલ- આરોપીએ જે શંકા ઉભી કરી તે વ્યાજબી નથીઃ વકીલ- આરોપી ફેનિલે સજા બાબતે કહ્યું મારે કંઇ કહેવું નથી- હત્યાનો વીડિયો મહત્વનો પુરાવો સાબિત થયો

error: