Satya Tv News

ભરૂચ.સાધના સ્કૂલ પાસે આવેલ બળેલી ખો વિસ્તારમાં પેટ્રોલ ચોર ટોળકી સક્રિય..
રાત્રી દરમિયાન 10 થી 15 દ્વિચક્રીય વાહનોમાં થી થઈ પેટ્રોલની ચોરી..
એક સાથે 15 ગાડીઓનું પેટ્રોલ ચોરાતાં સ્થાનિકો માં આક્રોશ

ભરૂચ શહેરના સાધના સ્કૂલ નજીક આવેલા બળેલી ખો વિસ્તારમાં એક સાથે 15 ગાડીઓનું પેટ્રોલ ચોરાતાં સ્થાનિકો માં આક્રોશ જોવા મળી રહ્યો છે

દેશભરમાં પેટ્રોલ-ડીઝલ ના ભાવ આસમાને છે ત્યારે ભરૂચ શહેરના સાધના સ્કૂલ નજીક આવેલા બળેલી ખો વિસ્તારમાં પેટ્રોલ ચોર ટોળકી દ્વારા ગત રાત્રી દરમિયાન 10 થી 15 દ્રિચક્રી વાહની ની પેટ્રોલ ટાંકી માંથી પેટ્રોલની ચોરી કરાતા સ્થાનિકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.. સ્થાનિકો દ્વારા જણાવ્યું હતું કે પહેલા પણ ગાડીઓમાંથી પેટ્રોલ ચોરી થવાની ઘટનાઓ અમારા વિસ્તારમાં બનતી આવી છે પરંતુ ગતરોજ એક સાથે 15 ગાડીઓનું પેટ્રોલ ચોરાતાં સ્થાનિકો માં આક્રોશ જોવા મળી રહ્યો છે.બળેલી ખો વિસ્તારમાં થતી પેટ્રોલ ચોરી ની ઘટનાઓ થતા સવારે કામ અર્થે અને નોકરી પર જતાં સ્થાનિકો ને મુશ્કેલીઓ નો સામનો કરવાનો વારો આવ્યો હતો .આ ઘટના અંગે સ્થાનિકોએ દ્વારા મિડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા માંગ કરી હતી કે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી આ પેટ્રોલ ચોર ટોળકીને વહેલી તકે ઝબ્બે કરવામાં આવે

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: