વાલિયા ગણેશ સુગર ફેકટરીમાં કામદાર યુવતીને સાર્પએ દંશી દેતા પણ 30 મિનિટ સુધી કરાયું કામ
સુગર ફેકટરીની એમ્બ્યુલન્સ હોવા છતાં યુવતીને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ જવાય
ગણેશ સુગર ફેકટરે જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે ?
વાલિયાના વટારીયા ગામ નજીક આવેલ ગણેશ સુગર ફેકટરીમાં કામદાર યુવતીને સાર્પએ દંશ સત્તાધીશો લાપરવાહી બાદ 30મિનિટ બાદ સારવાર માટે ખસેડાઇ હોવાના આક્ષેપ કરાય છે
વાલિયા તાલુકાના બાંડાબેડા ગામના સ્કૂલ ફળીયા રહેતી 20 વર્ષીય કરુણાબેન દિલીપ ભાઈ વસાવા વટારીયા ગામ નજીક આવેલ ગણેશ સુગર ફેકટરીમાં નર્સરીમાં કોન્ટ્રાક્ટ કામદાર તરીકે કામ કરે છે કે આજે અન્ય મહિલા કામદારો સાથે કામ કરવા ગયા હતા તે દરમિયાન તેઓને તાંડપત્રી ઉચકતા જ સાર્પે દંશ દીધો હતો સર્પે દંશ દીધા બાદ પણ મહિલા કોન્ટ્રાક્ટ દ્વારા જેઓને કામગીરી કરાવી હતી જે બાદ યુવતીની તબિયત લથડતા તેણી સાથે રહેલ અન્ય મહિલા કામદારોએ સત્તાધીશોને જાણ કરતા તેઓએ સુગર ફેકટરીની એમ્બ્યુલન્સ હોવા છતાં યુવતીને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ ખાતે જવાની ફરજ પાડી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોવાના આક્ષેપ યુવતીના પરિવારજનોએ કર્યો હતો.ત્યારે આ જવાબદાર સુગરના સંચાલકો સામે વહીવટી તંત્ર પગલાં ભરે તે અત્યંત જરૂરી છે.હાલ યુવતીને વાલિયા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ છે
વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા