બિહારના સમસ્તીપુરમાં કાળજું કંપાવી દે એવી એક ઘટના સામે આવી છે. સમસ્તીપુરમાં શિક્ષક પિતા પોતાની જ 18 વર્ષની દીકરી પર બળાત્કાર કરી રહ્યો હતો. આમાં છોકરીની માતા પણ પિતાને સાથ આપતી હતી. તે દીકરીને ધમકી આપતો હતો, પરંતુ જ્યારે તેનાથી સહન ન થયું ત્યારે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. દીકરીએ પોતે જ તેના પિતાના ગંદા કૃત્યનો વીડિયો બનાવ્યો અને પછી તેણે તે વીડિયો પોલીસ સ્ટેશનમાં પોલીસને બતાવ્યો હતો. તેણે પોતાના મિત્રોને પણ આ વીડિયો મોકલ્યો હતો.
પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે. યુવતીની મોટી બહેન પરિણીત છે. એક નાનો ભાઈ છે. ઘટના બાદથી દીકરી તેના મામાના ઘરે છે.
યુવતીની ફરિયાદ બાદ પોલીસે ગુરુવારે આરોપી પિતાની ધરપકડ કરી હતી. તેની ઉંમર 50 વર્ષની છે. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
યુવતીનો આરોપ છે કે તેના પિતા તેની સાથે દરરોજ બળાત્કાર કરતા હતા. જ્યારે તેણે માતાને આ અંગે ફરિયાદ કરી ત્યારે તેણે પણ તેને જ દોષિત ગણાવી હતી. આ બાબતે તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. ત્યાર પછી દીકરીએ જણાવ્યું કે જ્યારે હું મારા પિતા વિરુદ્ધ ફરિયાદ લઈને રોસડા પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પોલીસકર્મીઓએ મને ભગાડી દીધી હતી.
આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ ચાલી રહી છે. જો વધુ લોકો ગુનામાં સંડોવાયેલા હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ બાદ દીકરીને તેના મામા પોતાના ઘરે લઈ ગયા હતા. તેના પર તેવું દબાણ કરવામાં આવી રહ્યું છે કે તે વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે એવું જણાવે અને તે પિતા સામેની ફરિયાદ પાછી ખેંચી લે