રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. દિકરીઓ હોય કે પછી મહિલા. સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. અત્યારનો જમાનો એવો થઇ ગયો છે કે વિશ્વાસ કોની પર કરવો ? પિતા-પુત્રી અને ભાઇ બહેનના સંબંધઓને લજવતી ઘટનાઓ સામે આવે છે. નોકરીનું સ્થળ હોય કે પછી ઘરની ચાર દિવાલ. મહિલા- દિકરી સુરક્ષાને લઇને રોજબરોજ ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે. ત્યારે અમદાવાદમાં 3 યુવકો દ્વારા યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના ગોમતીપુરની આ વાત છે. 3 યુવક દ્વારા યુવતી ઉપર દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. વળી યુવતીના અશ્લીલ ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપી. આ ત્રણેય જુદા-જુદા સમયે અને અલગ-અલગ સ્થળે દુષ્કર્મ આચર્યું. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીની મિત્રતા થઇ હતી. પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે અહીં સોશિયલ મીડિયામાં પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કરતા પહેલી ચેતી જવાની જરુર છે. ક્યાંક મિત્રતાની આડમાં અનીચ્છનીય બનાવ ન બની જાય.
સુરતમાં 14 વર્ષની કિશોરી સાથે ડિલિવરી બોય તરીકે કામ કરતા યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું હતું. કિશોરીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું. મહત્વની વાત તો એ છે કે આરોપીએ અંગતપળોના વીડિયો પણ બનાવ્યા હતા અને તેને આધારે તે કિશોરીને બ્લેકમેઇલ કરતો હતો. વળી આ વીડિયો તેણે અન્ય મિત્રોને પણ મોકલ્યા હોવાનું સામે આવ્યું હતું. જો કે પોલીસે આરોપી ડિલીવરી બોયની ધરપક઼ડ કરી લીધી હતી.