સપાના ધારાસભ્ય આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતું. હવે ઉત્તર પ્રદેશની રામપુર પોલીસે આઝમ ખાનને વધું એક કેસમાં આરોપી બનાવ્યા છે. તેમાં 2020માં રામપુરમાં નોંધાયેલ કેસમાં ફરી વાત તપાસના આદેશ આપ્યા છે. આરોપ છે કે, રામપુર પબ્લિક સ્કૂલની બિલ્ડીંગનું નકલી સર્ટિફિકેટ બનાવીને માન્યતા લીધી હતી. આ મામલામાં સુનાવણી 19 મેના રોજ થશે. હાલમાં આઝમ ખાન ટૂંક સમયમાં બહાર આવશે, તેવી અટકળોનો અંત આવ્યો છે. આપને જણાવી દઈએ કે, ભાજપ નેતા આકાશ સક્સેનાની ફરિયાદ પર કાર્યવાહી થઈ છે. અત્યાર સુધીમાં 72માંથી 71માં આઝ ખાનને જામીન મળી ચુક્યા હતા. ફક્ત એક જામીન મળવાના બાકી હતા, જો કે, હવે ફરી એક વાર નવા કેસમાં ફસાઈ ગયા છે.
હકીકતમાં સીતાપુર જેલમાં બંધ સપા નેતા આઝમ ખાન છૂટવાને લઈને કેટલાય રાજકીય દંગલ ચાલી રહ્યા છે. તો વળી આઝમ ખાનની મુશ્કેલીઓ વધતી જાય છે. હવે ફરી એક કેસમાં રામપુર પોલીસે આઝમ ખાનને આરોપી બનાવ્યા છે. વર્ષ 2020માં રામપુરમાં નોંધાયેલ કેસ નંબર 70/20, કલમ 420, 467, 468, 471, 120B આઈપીસીમાં પોલીસે ફરી વાર તપાસ કરીને આઝમ ખાનને આરોપી બનાવ્યા છે. તેમના પર આરોપ છે કે, તેમણે રામપુર પબ્લિક સ્કૂલની બિલ્ડીંનું સર્ટિફિકેટ નકલી લગાવીને માન્યતા મેળવી છે.
આ કેસમાં શુક્રરવારે રામપુરની સ્પેશિયલ એમપી/એમએલએ કોર્ટમાંથી વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા આઝમ ખાનને આ કેસમાં વોરંટ જેલ કરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી 19 મેના રોજ કોર્ટમાં થશે, હાલમાં આઝમ ખાન જેલમાંથી બહાર આવશે તેવી અટકળો પર પૂર્ણ વિરામ લાગ્યું છે. આપને જણાવી દઈએ કે, ભાજપ નેતા આકાશ સક્સેનાની ફરિયાદ પર આ કાર્યવાહી થઈ છે.