ફેબ્રુઆરી માસમાં એસ.ઓ.જીની ટીમે કુખ્યાત એંથોનીને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો હતો
કુખ્યાત આરોપી ફરાર થતા પોલીસ અધિકારી ઉપર અનેક સવાલ
વડોદરાનો કુખ્યાત હત્યા, ધાડ લૂંટ છેતરપિંડી જેવા ૩૦ થી વધુ ગુન્હામાં સંડોવાયેલો કુખ્યાત ડોન અનિલ ઉર્ફે એંથોની મુલચંદ ગંગવાની છોટાઉદેપુર પોલીસ ને ચકમો આપી ફરાર થાય જતા પોલીસ અધિકારી ઉપર અનેક સવાલ ઉભા થવા પામ્યા છે
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ડુંગરગામ ના ખેડૂત વેપારી લાલુભાઈ ગમતીયાભાઈ પાસેથી એંથોની એ પ્રથમ બમણા ભાવ ના રૂપિયા 50 હજાર રોકડા આપી ભૂસાની ખરીદી કરી વિશ્વાસ કેળવ્યો અને ત્યારબાદ 5 લાખ 40 હજાર 500 નો ભૂસો ઉધાર માં ખરીદયો. લાલુભાઈ એ પૈસા ની ઉઘરાણી કરતાં એંથોની એ રાત્રે ગામે જઈ 500 ની 1081 ડુપ્લીકેટ ચલણી નોટો પધરાવી ફરાર થઇ ગયો. હતો એંથોની એ હું વડોદરા નો ડોન છું કહી જાન થી મારી નાંખવાની ધમકી આપી, સમગ્ર બનાવ અંગે લાલુભાઈ એ પાનવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા છોટાઉદેપુર એસ.ઓ.જી ની ટીમે કુખ્યાત એંથોની ની વડોદરા ખાતે ફિલ્મી ઢબે ફેબ્રુઆરી માસમાં ઝડપી પાડ્યો હતો . એંથોની ગંગવાની સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, પોલીસ ગિરફત માં આવેલ રીઢા ગુનેગાર એંથોની છોટાઉદેપુરની જેલમાં હતો ત્યારે કોઈ બીમારીના કારણે છોટાઉદેપુર જેલમાંથી સવારે 8:30 કલાકે પીએસઆઇ જી. પી. ડામોર પોલીસ કોન્સ્ટેબલ અજય રામજી, સુભાષભાઈ શંકરભાઈ,કલ્પેશજી સોમાજી ત્રણ પોલીસ કોન્સ્ટેબલ એક પીએસઆઇ ના ઝાપતા હેઠળ વડોદરા S. S. G. હોસ્પિટલ ખાતે લઇ જવા રવાના થયા હતા ત્યારે કુખ્યાત ડોન પોલીસને ચકમો આપી પૂજા હોટલ માંથી ફરાર થયો હતો
ત્યારે ક્યાંક સવાલ એ ઉભા થાય છે કે કુખ્યાત આરોપીને હોસ્પિટલ લઈ જવાનો હતો જેણી જગ્યાએ વડોદરા સયાજીગંજ વિસ્તારમાં આવેલી પૂજા હોટલમાં કેવી રીતે પહોંચ્યો
હોટલના c., c. tv ફૂટેજ પણ સામે આવ્યા છે અત્યારે આપ જોઈ રહ્યા છો હોટલમાં કુખ્યાત આરોપી એનથોની હાથકડી વિના બિન્દાસ્ત હોટલમાં છુટ્ટો ફરી રહ્યો છે પોલીસ પણ તેની આગળ પાછળ ફરી રહી છે એક આરોપી તે પણ કુખ્યાત આરોપી બિન્દાસ્ત છૂટો હોટલમાં ફરી રહ્યો છે ત્યારબાદ એનથોની ફરાર થવામાં સફળ રહ્યો તે એક્ટિવા ઉપર રવાના થયો હતો કુખ્યાત આરોપી ફરાર થતા વડોદરા પોલીસ દ્વારા આ અંગેનો ગુન્હો નોંધવાની તેજવીજ હાથ ધરવામાં આવી છે
પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની શરતચૂક થઇ છે ?કે જાણીજોઈને થઇ છે ? કે અજાણતામાં થઇ છે ? ચોક્કસ થી પોલીસ દ્વારા ચૂક કરવામાં આવી છે હોસ્પિટલ ની જગ્યાએ તેણે હોટલમાં કેમ લઈ જવાયો ? શા માટે તેને છુટ્ટો દોર આપવામાં આવ્યો આ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે તેને લઇ ને જાપ્તા હેઠળના પોલીસ અધિકારી અને કર્મચારીઓની સામે સવાલ ઉભા થઇ રહ્યા છે ત્યારે વડોદરાના ઉચ્ચ અધિકારીઓ તપાસ અર્થે પહોંચ્યા છે વડોદરા ના નાયબ પોલીસ અધિક્ષક મેઘા તેવર પણ હોટલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી છે
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી વડોદરા