Satya Tv News

વાલિયા મનસુખ વસાવા વિરુદ્ધ ટીપ્પણી કરનાર ઇસમ સામે પગલા ભરવાની માંગ

વાલિયા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

કોમેન્ટ કરનાર ઇસમ સામે તપાસ કરી પગલા ભરવામાં આવે તેવી માંગ

વાલિયા સોશ્યલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ટીપ્પણી કરનાર ઇસમ સામે પગલા ભરવાની માંગ સાથે વાલિયા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું

વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ,તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા,ઉપ પ્રમુખ ધરમસિંહ વસાવા અને શાંતિલાલ વસાવા સહિતના આગેવાનોએ આજરોજ વાલિયા મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સોશ્યલ મીડિયા ફેસબુક ઉપર એક વેબ પોર્ટલ દ્વારા સાંસદ મનસુખ વસાવાએ આપ-બીટીપીના ગઠબંધન સામે પ્રતિક્રિયા અંગેનો ઈન્ટરવ્યું મુકવામાં આવ્યો હતો જે વીડિયોના કોમેન્ટ બોક્સમાં ભરત વસાવા નામના યુવાને સાંસદને અભદ્ર શબ્દો ઉચ્ચારી તેઓની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા સાથે ભવિષ્યમાં સાંસદ સામે હુમલાની શક્યતાઓના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આવી કોમેન્ટ કરનાર ઇસમ અને તેની સાથે સકળાયેલા અન્ય લોકોની સામે તપાસ કરી પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

વિડિઓ જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: