નેત્રંગ સગીર બાળાનું અપહરણ કરનાર આરોપી દિલ્હીથી ઝડપાયો
આરોપી બાળાને લઈ મુંબઈ તથા દિલ્હી ખાતે અલગ અલગ જગ્યાએ નાસતો ફરતો
અપહરણ થયેલ બાળાને મુક્ત કરાવવામાં આવી
આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
નેત્રંગ તાલુકામાંથી સગીર બાળાનું અપહરણ કરી નાસ્તા ફરતા આરોપીને પોલીસે દિલ્હી થી ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
નેત્રંગ પોલીસ મથકે ગત તા 09 04 2022ના રોજ એક સગીર બાળાના અપહરણ અંગેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જે ગુનાના કામે ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપી આરોપી ઈસમ પટાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયેલ હોય. જેથી ઉપરોક્ત ગુનાની ગંભીરતા જાણી ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ તથા વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઇ,અંક્લેશ્વર વિભાગ, તરફથી આરોપી ઈસમ તેમજ અપહરણ થયેલ બાળાને વહેલી તકે શોધી કાઢવા સુચના અપાઇ હતી.
દરમિયાન બાતમી મળી હતી કે આરોપી હાલ બાળા સાથે દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં છે મળેલ હકીકત આધારે વર્ક આઉટ કરી ગઈ કાલ તા 06 05 2022ના રોજ તાત્કાલિક નેત્રંગ પોલીસની એક ટીમ દિલ્હી ખાતે રવાના કરેલ અને દિલ્હીના ભજનપુરા વિસ્તાર માંથી નાસતા ફરતા આરોપીને અપહરણ કરી લઈ ગયેલ સગીર બાળા સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી અપહરણ થયેલ બાળાને મુક્ત કરાવવામાં આવેલ છે. તેમજ પકડાયેલ આરોપી પ્રદિપ રામમિલન પાંડે ઉ.વ. 27 વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે
વિડિઓ જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ