Satya Tv News

તિલકવાડા સરકારી તંત્રની ટીમ ચંદપુરા ગામે પહોંચી

વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પાણીના ટેન્કર ની વ્યવસ્થા કરવાનું આપ્યું આશ્વાશન

નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ કરજણ ડેમ અને અન્ય ડેમો સહિત પાણી પુરવઠા યોજના હોવા છતાં નર્મદાના ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડે એવી ઘટના તિલકવાડા તાલુકાના ચાંદપુરા ગામે જોવાહતી.જેમાં છેલ્લા ૨૫ વર્ષથી આ ગામની મહિલાઓને ત્રણ કિલોમીટર ચાલીને ખાડીમાં વેરી બનાવીને તેમાંથી પાણી લેવા માટે મજબૂર થવું પડે છે. આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દોડતું થઇ જવા પામ્યું હતું


આગેવાન ડો પ્રફુલ વસાવાએ ઉગ્ર આંદોલનની ચીમકી આપ્યા બાદ તિલકવાડાનું સરકારી તંત્ર દોડતું થઈ ગયું હતું. અને તિલકવાડા સરકારી તંત્રની ટીમ ચંદપુરા ગામે પહોંચીહતી. હાલ સર્વેની કામગીરી શરૂ કરી છે.. ચંદપુરા ગામની મહિલાઓ છેલ્લા ૨૫ વર્ષ થી પાણી ખાડી માંથી‌ લેવા મજબૂર બન્યા છે.જે ખરેખર શરમજનક અને દયનિય ઘટના કહેવાય. તંત્રએ મુલાકાત લીધી હતી.હવે ગામ ની મહિલાઓ ને પાણી મળશે.એવી ખાત્રી અપાઈતો છે

તપાસ કરતા માલુમ પડ્યું કેગામમા સુવિધા છે પણ તે પાણી પીવા લાયક નથી એકસંપ મંજૂર થયો હતો.પણ જમીનના વિવાદને લીધે કેન્સલ થયો હતો. એમ ઓળબીયા ગ્રુપ ગ્રામ પંચાયત ના સરપંચ ભરતભાઈ વસાવાએ જણાવ્યું હતું.

આગેવાન ડો. પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું ચાંદપુરા ગામના લોકોને તાત્કાલિક પીવાનું પાણી નહીં મળે તિલકવાડા મામલતદાર કચેરીનો ઘેરાવ કરીશું. અને ભૂખ હડતાલ કરી આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. જેને કારણે તેને કારણે ચાંદપુરા ગામે સરવેની કામગીરીતો શરૂ થઇ છે.

આજે તિલકવાડા તાલુકા મામલતદાર આર જે ચૌહાણે જણાવ્યું હતું કે ગામમાં ટીમ સર્વે માટે મોકલી છે. હાલ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પાણીના ટેન્કર ની વ્યવસ્થા કરાશે.

ખાટલે મોટી ખોડ એ છે કે આ ગામમાં 300 જેટલા લોકોની વસ્તી છે. આઝાદીનાં ૭૫ વર્ષ સુધી પણ આ ગામમાં કોઈ સુવિધા નથી. આવાસ મંજુર થયા નથી. આ ગામમાં બાળકો ભણવા માટેની શાળા કે આંગણવાડી નથી!નાના બાળકોને ચારથી પાંચ કિલોમીટર દૂર સુધી ભણવા જવું પડે છે. ત્યારે આવા ગામમાં કોઈ વિકાસજ થયો નથીએ કેટલા દુર્ભાગ્યની વાત કહેવાય! તો નર્મદા જિલ્લો એસ્પીરેશન ડીસ્ટ્રીક છે.જિલ્લાના વિકાસ માટે માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે.તેમા આવા ગામ વિકાસથી વંચિતકેમ રહી ગયો?આ સવાલ ગ્રામજનો તંત્ર અને રાજકીય નેતાઓને પૂછી રહ્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ, સત્યા ટીવી રાજપીપલા

error: