Satya Tv News

પંજાબ નેશનલ બેંક એ 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. હવે તમારે PNB બેંકમાં FD કરાવવા પર 2.9%થી 5.25% સુધી વ્યાજ મળશે. બેંકના નવા દર 7 મેથી લાગુ થઈ ગયા છે.

તે સિવાય ICICI, HDFC અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકે તાજેતરમાં FD પર મળતા વ્યાજમાં ફેરફાર કર્યો છે. ICICI બેંક FD પર સામાન્ય નાગરિકોને હવે મહત્તમ 5.45% વ્યાજ આપશે તેમજ HDFC 5.60% વ્યાજ આપી રહી છે.જો નાણાકીય વર્ષમાં બેંક FD પર વ્યાજ 40 હજાર રૂપિયાથી ઓછું હોય તો તેના પર કોઈ ટેક્સ ભરવાનો રહેતો નથી. આ મર્યાદા 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે છે. આ સાથે જ 60 વર્ષથી વધુ ઉંમરના એટલે કે સીનિયર સિટીઝન માટે 50 હજાર રૂપિયા સુધીની આવક FDથી કરમુક્ત છે. આનાથી વધુ આવક હોય તો 10 ટકા TDS કપાય છે.

error: