ભરુચ ફરસરામી દરજી પંચ દ્વારા પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શોભાયાત્રાનું આયોજન
ઉજવણી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરાયું આયોજન
ભરુચ ફરસરામી દરજી પંચ દ્વારા નીલકંઠ મહાદેવ ના પટાંગણ મા આવેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જિર્ણોદ્ધાર કરી પાર્વતી માતાજી, ગણેશજી અને હનુમાનજીની મુર્તિઓના દ્વી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ના આયોજન કરવામાં આવ્યા હતા
ભરુચ ફરસરામી દરજી પંચ દ્વારા નીલકંઠ મહાદેવ ના પટાંગણ મા આવેલ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરનો જિર્ણોદ્ધાર કરી પાર્વતી માતાજી, ગણેશજી અને હનુમાનજીની મુર્તિઓના દ્વી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ના આયોજન કરવામાં આવ્યા હતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના પ્રથમ દિવસે પ્રમુખ રજનીભાઇ ટેલરના મહાવીર નગર સ્થિત નિવાસ સ્થાને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન અર્ચન કરી પાર્વતી માતાજી, ગણેશજી અને હનુમાનજીની મુર્તિઓની શોભા યાત્રા શનિવાર ની સાંજે નીકળી હતી. જેમાં ફરસરામી દરજી સમાજ ના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ સહિત પરિવારજનો શ્રદ્ધાભેર જોડાયા હતા.. શોભાયાત્રા સિદ્ધનાથ મહાદેવ થઈ નીલકંઠ મહાદેવ પોહચી હતી જ્યાં આરતી સાથે સમાપન થયું હતું
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ