Satya Tv News

ભરૂચ એ ડિવિઝન પોલીસના કુખ્યાત બુટલેગર અન્નુ દીવાનના ત્યાં દરોડા પોલીસે 6.22 લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે બે બુટલેગરને ઝડપી પાડયા 1.21 લાખનો વિદેશી દારૂ, ઇનોવા કાર અને મોબાઈલ મળી 6.22 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

:ભરૂચ એ ડિવિઝન પોલીસે રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરા ખાતે રહેતા કુખ્યાત બુટલેગર અન્નુ દીવાનના ઘરે દરોડા પાડી રૂપિયા 6.22 લાખ ઉપરાંતના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલને કબ્જે કરી વધુ એક સાગરીતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે ભરૂચના કુખ્યાત બુટલેગર અન્નુ દીવાનના નિવાસ સ્થાને દરોડા પાડયા હતા. પોલીસે રોટરી ક્લબની પાછળ આવેલ મારવાડી ટેકરા ખાતે રહેતા હનીફ ઉર્ફે અન્નુ ઇમરાન શાહ દીવાન અને મુનાફ અબ્દુલ રહેમાન સૈયદને રંગે હાથે ઝડપી પાડયા હતા. ભરૂચ પોલીસે મકાનમાં અને ઇનોવા કારમાં રહેલ વિદેશી દારૂ અને બિયરની નાની મોટી બોટલો મળી એક લાખ 26 હજાર 600નો મુદ્દામાલ તથા પાંચ લાખની ઇનોવા કાર નંબર GJ 15 CA 9530 અને મોબાઈલ મળી 6 લાખ 22 હજાર 100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂ મામલે જથ્થો ક્યાં લાવ્યા તે દિશામાં હાલ તપાસ હાથ ધરી છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: