Satya Tv News

ભરૂચ સી ડિવિઝન પોલીસે મહાદેવ નગર સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપયો.

ઘરના કબાટમાં ચોરખાનું બનાવી સંતાડેલો હતો દારૂ.

પોલીસે 19 હજારના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરની કરી ધરપકડ

મહિલા બુટલેગરના પુત્ર અને અન્ય એક ઇસમને જાહેર કર્યો વોન્ટેડ

ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડૉ લીના પાટિલે ચાર્જ સંભાળ્યા બાદ ખૂણે ખાચરે એકદમ છૂપી રીતે દારૂ વેચતા બુટલેગરોને પણ પોલીસ શોધી શોધીને કેસ કરી રહી છે. જેથી નવા નવા બુટલેગરના નામ સામે આવી રહ્યા છે. ભરૂચની મહાદેવ નગર સોસાયટી ના મકાનમાંથી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધરપકડ કરાઈ છે. તેનાં પુત્ર અને અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે મહાદેવ નગર સોસાયટીમાં મહિલા બુટલેગર દારૂનું વેચાણ કરી રહી છે. બાતમીના આધારે પોલીસ બપોરના સમયે સોસાયટીમાં ઘુસ્યા હતાં. કોઈને જાણ ન થાય તે મુજબ સિવિલ ડ્રેસમાં ગયેલી પોલીસે બાતમી ની માહિતી ના આધારે મહાદેવ નગર સોસાયટી ના ઘર નંબર ૨૫,૨૬ માં ઘુસી તપાસ કરી હતી. કબાટના ચોર ખાના તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની 34 નંગ બોટલ મળી આવી હતી. જેની કિંમત 17 હજાર થાય છે.

પોલીસે દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર પ્રજ્ઞા સુંદરલાલ મિસ્ત્રીને ઝડપી પાડી હતી. આ જથ્થો તેના પુત્ર ધ્રુવ જીતુ પટેલે આજ સોસાયટીના મકાન નબર 124માં રહેતા સ્વપ્નિલ અજય ચૌહાણ દ્વારા મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મહિલા બુટલેગર પ્રજ્ઞાની ધરપકડ કરી હતી જ્યારે તેનાં પુત્ર ધ્રુવ અને અન્ય ઈસમ સ્વપ્નિલને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનિય છે કે મહિલા બુટલેગર પ્રજ્ઞા મિસ્ત્રીનો પુત્ર ધ્રુવ દારૂના અલગ અલગ ૬ કેસમાં વોન્ટેડ હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી અને પરમ દિવસે જ જેલમાંથી બહાર આવ્યો હતો. પરંતુ બીજા જ દિવસે તેણે દારૂનું વેચાણ શરૂ કરી દીધું હતું. તેની શાન ઠેકાણે લાવવા પોલીસ પાસાં હેઠળ મોકલવાની કાર્યવાહી કરે એ જરૂરી છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: