Satya Tv News

પાલિકા ના કામની ગુણવત્તાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે,30 કરોડમાં બનેલા એરપોર્ટ પર 10 વર્ષમાં તિરાડો પડી રહી છે, હવે ડામર લગાવાતા રસ્તો બ્લોક થતા ટ્રાફિક જામ થી લોકો પરેશાન થઈ રહ્યા છે,10 વર્ષ પહેલા બનેલા સુરત-ડુમસ રોડ મગદલ્લા ચાર રસ્તાથી એરપોર્ટ તરફ જતા સિમેન્ટ કોંક્રીટના રોડમાં મસમોટી તિરાડ પડતા પાલિકાએ રિપેર કામ શરૂ કર્યું છે. આ રોડની અવધિ 15થી 20 વર્ષની હોવાના તંત્ર દાવો કરે છે. પરંતુ 10 વર્ષમાં જ તિરાડો પડતા કામની ગુણવત્તાને લઈ સવાલો ઉઠ્યા છે. સીસી રોડની 5 વર્ષ સુધીની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે પણ હાલમાં 10 વર્ષ થતાં પાલિકા રોડનું રિપેરીંગ કામ કરી રહી છે જેમાં કેટલીક જગ્યાએ ડામરના થીંગડા મરાયા જોવા મળી રહ્યા છે..2011માં સુરત ડુમસ રોડને જુના જકાતનાકાથી એરપોર્ટ સુધી 5.5 કિમી લંબાઇમાં સિમેન્ટ કોંક્રીટનો બનાવવાનું ટેન્ડર મંજૂર થયું હતું. આ રોડ સાથે અડાજણ-હજીરા રોડને રાજહંસ સિનેમાથી નવી હદ સુધી 1.8 કિમી અને સુરત બારડોલી રોડને પુણા ફલાય ઓવરથી નવી હદ સુધી 1.2 કિમીની લંબાઇમાં સિમેન્ટ કોંક્રીટ બનાવવા રોહિત ઇન્ફ્રા પ્રોજેકટ પ્રાઇવેટ લિ, થાણેનું 46.68 કરોડનું ટેન્ડર મંજૂર થયું હતું.જેમાં એરપોર્ટ સુધીના આ સીસી રોડ પાછળ 30 કરોડ ખર્ચ થયો હોવા છતાં રોડ ની હાલત દયનિય થઈ છે.

વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: