Satya Tv News

ભરુચના અંકલેશ્વરમા 29મી મેના રોજ કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહા રેલી – મહાસંમેલન માહિતી આપવામ ભરુચ મા પત્રકાર પરિષદ યોજાઈ.

ભરુચના અંકલેશ્વર મા 29 મી મે ના રોજ કરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહા રેલી – મહા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા અઠવાડિયા માં બે દિવસ શનિવાર અને રવિવાર ગુજરાતના જિલ્લાઓ , તાલુકાઓ અને ગામડાઓ મા પ્રવાસ કરી સમિતિઓ નું ગઠન કરી કરણી સેના પરીવારની સ્થાપના કરી સમાજ ને સંગઠિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેના દ્વારા રાજકીય , વ્યવસાયીક , શૈક્ષણિક , રોજગાર લક્ષી હોય આ તમામ ક્ષેત્ર મા આગળ આવવા સંગઠિત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે . સમાજ મા અનેકો ફાટાઓ પાડી દેવાયા છે એ તમામ ફાટાઓ દૂર કરી માં ભવાની ના નામે એક થવાની હાકલ કરવામાં આવી છે .પ્રદેશ ની ટીમ અઠવાડિયા મા બે દિવસ પ્રવાસ કરે છે જ્યારે જિલ્લા ની એક દિવસ પ્રવાસ કરી ગામડે ગામડે સમાજ ને સંગઠીત કરવાનું કાર્ય કરે છે . સાથે સાથે હવે જે તે જિલ્લાઓ માં પ્રવાસ કરી ત્યાં શ્રત્રિય એકતા સ્વાભિમાન સંમેલન નું આયોજન કરી સમાજની એકતાનું શક્તિ પ્રદર્શન કરવાનો નિર્ણય કરાયો છે .જે અંતર્ગત તારીખ 22 મે ના રોજ અમરેલી જિલ્લામા નું સંમેલન નું અને તા .29 મી મેં ના રોજ ભરુચ ના અંકલેશ્વર ખાતે પ્લોટ.ન .900 , યોગી એસ્ટેટ ની બાજુ માં , જીઆઇડીસી ખાતે સાંજે 4 થી 6 મહારેલી અને સાંજે 6 થી 9 મહા સંમેલનનું આયોજન કરવામાં આવનાર છે.જે અંગેની માહિતી આપવા ભરુચ ખાતે પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં કરણી સેના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત, સાઉથ ગુજરાત પ્રેસિડેન્ટ જીતેન્દ્ર સિંહ રાજપૂત,સાઉથ ગુજરાત મંત્રી ભગતસિંહ ડોડીયા,ભરુચ જિલ્લા પ્રમુખ કિરપાલ સિંહ વાઘેલા સહિત અન્ય અગ્રણીઓએ માહિતી આપી પંચાયત થી પાર્લામેન્ટ સુધી સમાજ નું વર્ચસ્વ વધારવા અને સમાજ ના ઉત્થાન માટે ઉદ્દેશ્ય સમાજની એકતા અને સમાજ નું વિકાસ અને સમાજ સદમાર્ગ તરફ લઈ જવા ની કવાયત હોવાનું જણાવ્યું હતું

error: