9 મેના રોજ ગુજરાતમાં 23 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તો 18 દર્દી સાજા થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 99.09 ટકા છે. તો રાજ્યમાં એક્ટિવ કેસ 152 છે જેમાંથી 1 દર્દી વેન્ટિલેટર પર છે. 9મેના રોજ અમદાવાદ શહેરમાં 18 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. વડોદરા કોર્પોરેશનમાં 3, આણંદમાં 1 અને ભરુચમાં 1 કેસ નોંધાયો છે. મહત્વનું છે કે 8મેના રોજ ગુજરાતમાં 37 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા હતા.. તો 15 દર્દી સાજા થયા હતા.. અમદાવાદ શહેરમાં 34 નવા કોરોનાના કેસ નોંધાયા હતા.
અમદાવાદ સ્થિત NIDમાં વધુ 3 લોકો કોરોના પોઝિટીવ આવ્યા એટલે NIDમાં કોરોનાના કેસનો કુલ આંકડો 30 સુધી પહોંચ્યો છે. 200થી વધારે વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 398 જેટલા વિદ્યાર્થીઓના રિપોર્ટ હજી આવવાના બાકી છે. કોરોના વિસ્ફોટને કારણે હાલ NIDમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે.. NID કેમ્પસના સ્ટાફ સહિત વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ હાથ ધરાયું છે.
અમદાવાદમાં કોરોનાનો પગ પેસારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના પાલડીમાં આવેલા NID વિદ્યાસંકુલમાં કુલ 24 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મનપાના આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, NIDમાં છેલ્લા 3 દિવસમાં આ કેસો નોંધાયા હતા. હાલ આ તમામ વિદ્યાર્થીઓને આઇસોલેટ કરવામાં આવ્યા હતા. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીઓમાં કેટલાક વિદેશના અને કેટલાક સ્થાનિક છે. હાલ તંત્ર દ્વારા વિદેશી વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે તપાસ કરવામાં આવી રહી છે.