Satya Tv News

ભરૂચ જિલ્લામાંમાં પેટ્રોલપંપ ઉપર લૂંટનો ૨૪ કલાકમાં બીજો પ્રયાસ

મોડી રાતે નબીપુરના હિગલ્લા – બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટારુ ત્રાટક્યા

પેટ્રોલપંપ કર્મચારીને ફાયરિંગ કરી ડરાવવાનો કર્યો પ્રયાસ

લૂંટારુઓ લૂંટ કરવામાં રહ્યા નિષ્ફ્ળ

ભરૂચ જિલ્લામાં પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવવાનો બીજો કિસ્સો 24 કલાકમાં જ પ્રકાશમાં આવ્યો છે. જ્યા નબીપુર હિંગલ્લા રોડ ઉપર આવેલ બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર મધરાતે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે લૂંટારુઓની કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.

ભરૂચના નબીપુર હિંગલ્લા રોડ ઉપર આવેલ બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર મધરાતે મોટરસાઇકલમાં પેટ્રોલ પુરાવાના બહાને બેઠી ત્રણ બુકાનીધારી લૂંટારુઓ પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા હતા. કર્મચારી કામ પતાવી ઓફિસ તરફ જી રહ્યો હતો ત્યારે તેની પાછળ લૂંટારુઓ પણ પીછો કરવા લાગ્યા હતા. કર્મચારી તેમની પૂછપરછ કરે તે પહેલા લૂંટારૃઓએ પોતાની પાસેની બંદૂક બતાવી કર્મચારીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટારૃઓએ ફાયરિંગ પણ કરી નાખ્યું હતું જોકે આ દોડધામ દરમ્યાન બુમરાણ મચતાં લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. સદનશીબે ઘટનામાં પેટ્રોલ પંપના કર્મચારીને કોઈપણ પ્રકારની ઈજાઓ પહોંચી ન હતી જયારે લૂંટારુઓ લૂંટ કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. જેમાં લૂંટારુઓ ની કરતૂટ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. ઘટનાની જાણ નબીપુર પોલીસને કરવામાં આવતા સમગ્ર જિલ્લાની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. અને સીસીટીવી ફુટેજના આધારે લૂંટારુઓનું પગેરું મેળવવાની કવાયત ભરૂચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

બ્યુરો રિપોર્ટ ભરૂચ

error: