સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા મરી મસાલાના સ્ટોલ પર ચેકીંગ
ચટણી , મસાલા, હળદર, ધાણા જીરું, મરચું, એવા તમામના સેમ્પલો લેવાયા
આ તમામ મસાલાના સેમ્પલોના પરિણામો 14 દિવસ પછી આવશે
કોઈ પણ સેમ્પલમાં ભેળસેળ જણાશે તો કાર્યવાહી કરાશે
સુરત માં મરી મસાલા ના સ્ટોલ પર સુરત મહાનગર પાલિકા ના ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું..સુરત ના તમામ ઝોન માં ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરી તમામ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા.સેમ્પલ બાદ જો કોઈ ભેળસેળ જણાશે તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે
સુરત માં હાલ મરી મસાલા દળાવવાની સિઝન શરૂ થઈ છે..સુરત માં લોકો આખા વર્ષ નો મારી મસાલો આ સમયે ખરીદી કરી આખા વર્ષ નો સ્ટોર કરતા હોય છે તેવામાં સુરત મહાનગર પાલિકા નું ફૂડ વિભાગ પણ સક્રિય થયું હતું અને સુરત ના તમામ ઝોન માં આવેલ મારી મસાલા ના સ્ટોલ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું..અને તમામ સ્ટોલ પર થી. ચટણી , મસાલા, હળદર, ધાણા જીરું, મરચું, એવા તમામ મસાલાના સેમ્પલો લેવામાં આવ્યા હતા.. આ સેમ્પલો એકત્ર કરી તેને લેબ માં મોકલવામાં આવશે જે 14 દિવસ બાદ તમામ પરિણામો સામે આવશે..અને તેમાં જે કોઈ પણ સ્ટોલ ધારક ભેળસેળ કરતો જણાશે તો કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે..લોકો ના હિત ને ધ્યાને લઇ સુરત મહાનગર પાલિકા ના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ટિમો બનાવી વહી સવાર થીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું..મરચા અને હળદર દળવા ની ઘંટી નું પણ અધિકારીઓ દ્વારા ચેકીંગ કરાયું હતું
વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત