Satya Tv News

સુરત મહાનગર પાલિકા વર્ષ 2022 નીડાયરીને ભગવા રંગરૂપ અપાતાં વિવાદ સર્જાયો

પહેલીવાર શાસકપક્ષ સાથે વિપક્ષી નેતાના ફોટા છપાયા

યાદીમાંથી​​​​​​​ વિપક્ષ આમ આદમી પાર્ટીનું નામ જ ગાયબ

સુરત મહાનગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે સુરત પાલિકાની વર્ષ 2022ની ડાયરી પ્રસિદ્ધ થઇ છે. આ ડાયરીમાં પહેલીવાર શાસકપક્ષ નેતા સાથે વિપક્ષી નેતાના ફોટા છાપવામાં આવ્યા છે. જો કે, ડાયરીને ભગવો રંગ અપાતા વિવાદ થયો છે. ડાયરીનું કવરપેજ તો કેસરિયા રંગનું છે પરંતુ ડાયરીના દરેક પાના ઉપર વિવિધ વિગતો દર્શાવતી માહિતીને ભગવો રંગ અપાયો છે.

સુરત મહાનગરપાલિકા થોડા થોડા દિવસ બાદ વિવાદ માં આવતી હોય છે છેલ્લા બે વર્ષથી કોરોના કાળ હોવાને લઇને મનપા દ્વારા ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવી ન હતી ત્યારે આ વર્ષે 2022 માં ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવી છે તેને લઇને વિવાદ સર્જાયો છે પાલિકાની ડાયરીમાં રાષ્ટ્રીય પાર્ટીઓના નામોની યાદી પ્રસિધ્ધ કરાઈ છે. પરંતુ આ વર્ષે આ યાદીમાં સુરત પાલિકામાં વિપક્ષ આમ આદમી પાર્ટી છે તેનું નામ જ નથી.

વર્ષની શરૂઆતમાં જે ડાયરી પ્રસિદ્ધ કરવાની હોય છે તે પાંચ મહિના પછી પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમાં પણ આપના નગરસેવકો ભાજપમાં જોડાવાની અને ત્યારબાદ ભાજપમાંથી બે નગરસેવકો ફરી આપમાં જોડાવાના ઘટનાક્રમને લઇ ડાયરીમાંથી તેઓના ફોટા બદલવા પડ્યા હતા. જેને લઇ ડાયરી મે માં આવી છે. 120 કાઉન્સિલરને ડાયરી વહેંચવાની શરૂઆત થઈ પણ આપના કોર્પોરેટરોમાં અસંતોષ છે કારણકે વિરોધ પક્ષ દ્વારા ડાયરીના ભગવા રંગને લઇને વિવાદ સર્જાયો છે

વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: