ઝઘડીયામાં ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો
બોરીપીઠાના ખેતરમાં સંતાડી રાખ્યો હતો વિદેશી દારુનો જથ્થો
આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બોરીપીઠા ગામની સીમમા વેચાણ કરવાના ઇરાદે સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપાયો હતો.
ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડીયા પોલીસની ટીમ ધારોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બોરીપીઠા ગામની સીમમાં આવેલ રાજેશભાઇ વસાવાના ખેતરમાં બનાવેલ ઘાસચારામાં ઝોકલા ગામના સંજયભાઇ તલસીભાઇ વસાવાએ પરપ્રાંતિય ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખેલ છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્યાં હાજર એક ઇસમ પોલીસને જોઇને ઝાડી ઝાંખરામાં થઇને નાશી ગયો હતો. ત્યારબાદ આ નાશી ગયેલ ઇસમ ઝોકલા ગામનો સંજયભાઇ તલસીભાઇ વસાવા હોવાની જાણ થઇ હતી. પોલીસે ખેતરમાં તપાસ કરતા કાપડના થેલામાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારુની રુ.૨૫૩૦૦ ની કિંમતની કુલ ૨૫૩ બોટલો મળી આવી હતી. પોલીસે આ ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો કબજે લીધો હતો. આ અંગે ઝઘડીયા પોલીસે નાશી ગયેલ સંજયભાઇ તલસીભાઇ વસાવા રહે.ગામ ઝોકલા,તા.વાલિયા,જિ.ભરુચના વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વિડિઓ જર્નલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા