Satya Tv News

બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી અંગે જાહેર જોગ

નર્મદા જિલ્લાના તમામ ખેડુતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનુ કે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થઓ, સરકાર માન્ય એગ્રીકલ્ચર યુનિવર્સીટી અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનુ લાયસન્સ નંબર, પુરૂ નામ સરનામુ અને જે બિયારણ ખરીદેલ હોય તેનુ નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પુરી થવાની વિગત દર્શાવતુ બીલ સહી સાથે અવશ્ય લેવુ, બિયારણની થેલી સીલબંધ છે કે કેમ, તેમજ તેની મુદત પુરી થઇ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઇપણ સંજોગોમાં મુદત પુરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહિ.

ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના ઉપર ઉત્પાદકનુ નામ, સરનામુ અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪ જી અને ૫ જી જેવા જુદા-જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઇપણ સંજોગોમાં ખરીદી કરવી નહિ તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનુ જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનુ પેકેટ/થેલી તેમજ તેનુ પાકુ બીલ પણ સાચવી રાખવુ, તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) રાજપીપલા દ્વારા જણાવાયું છે

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા

error: