Satya Tv News

કરજણ વડોદરા એલ.સી.બી.એ 2 લાખ ઉપરાંતનો ઈંગ્લીસ દારૂનો જથ્થો ઝડપી

ખેડવા રાખેલ ખેતરની ઓર ડી પર રેઇડ કરતા મળી આવ્યો દારૂનો જથ્થો

કરજણ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી

કરજણ તાલુકાના સાપા ગામેથી વડોદરા એલ. સી. બી.એ બાતમીના આધારે 2 લાખ ઉપરાંતનો ઈંગ્લીસ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એલ સી બી ને બાતમી મળેલ કે સાપગામે વિશાલ વિનુ ઠાકોર નયનસિંહ વજેસિંહ ભીલાલાનાઓ બહારથી પરપ્રાતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી સાપા ગામની સીમમા આવેલ સુનિલ મોહનસિંહ ભીલાલા નાઓએ સાપા વસાહતના સ્મશાન પાછળ ખેડવા રાખેલ ખેતરની ઓરડી મા સંતાડી રાખેલ છે જે બાતમી હકિકત આધારે પોલીસે સાપા ગામની વસાહતના સમશાન પાસે આવેલા ખેતર માં રેડ કરી હતી જેમાં રવીન્દ્ર નાથા નાઓએ નજીક માંથી પંચ ઈમરાન દાઉદ પટેલ તથા ઇકબાલ દાઉદ પટેલને બોલાવી પંચો તથા પોલીસ સ્ટાફના માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી પોલીસના માણસો તથા પંચો સાથે બાતમીવાળા સુનિલ મોહન ભીલાલા નાઓએ ખેડવા રાખેલ ખેતરની ઓર ડી પર રેઇડમાં જતા એક ઈસમ કાળા કલરની અલ્ટો નંબર GJ06BL0621 સાથે હાજર હોય તેને પકડી પાડી સાથેના પંચો રૂબરૂ તેનું નામઠામ પુછતા તેને પોતાનુ નામ નયનસિંહ વજેસિંહ ભીલાલા હોવાનુ જણાવેલ જે થી ઈસમ પાસે ઓરડીના દરવાજા પર લગાવેલ તાળાની ચાવી માંગતા તેણે ચાવી સુનિલ મોહનસિંહ ભીલાલા નાઓ પાસે હોવાનુ જણાવતા પંચો રૂબરૂ ઓરડીના દરવાજા ઉપર લગાવેલ તાળુ જરૂરી બળ વાપરી તોડી નાખી ઓરડીમા બેટરીના અજવાળે તપાસ કરતા અંદર ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલો / બીયર ભરેલ પેટીઓ મળી આવતા પકડાયેલ ઈસમ નયનસિંહ વજેસિંહ ભીલાલા પાસે પાસ પરમીટ માંગતા તેણે પોતાની પાસે નહિ હોવાનું જણાવતા મળી આવેલ વિદેશી દારૂનો જથ્થાની તમામ પેટીઓ સાથે આરોપીઓની ધરપકડ કરી કરજણ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી

વિડિઓ જર્નલિસ્ટ નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ

error: