Satya Tv News

જંબુસર કાહનવા ગાયત્રી વિદ્યામંદિર ખાતે યોજાયો મફત આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ

વિવિધ તંજજ્ઞ ડોક્ટરો દ્વારા સેવાઓ આપવામાં આવી

ગ્રામ્ય જનતાએ મોટી સંખ્યામાં આયુર્વેદિક કેમ્પનો લાભ લીધો

જંબુસર તાલુકાનાં કહાનવા ગામે મફત આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ તંજજ્ઞ ડોક્ટરો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.

કાહનવા પંચાયત ડેપ્યુટી સરપંચ મનીષા પટેલ અને બીજેપી તાલુકા ઉપપ્રમુખ જયેશ પટેલ તાલુકા પંચાયત સદસ્ય રાજેન્દ્ર પરમારે ગ્રામજનોના આરોગ્યની ચિંતા કરી ખેમદાસ આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી તાલુકા અગ્રણી બળવંતસિંહ પઢિયાર કેળવણી મંડળ પ્રમુખ ભગવતીપ્રસાદ પંડ્યા બક્ષી પંચ મોરચા કારોબારી સભ્ય સંજયભાઈ વાઘેલાના સહકારથી ગાયત્રી વિદ્યામંદિર ખાતે મફત આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિતો દ્વારા દીપ પ્રાગટય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો સદર કેમ્પમાં વિવિધ તજજ્ઞ ડોક્ટરોએ સેવાઓ આપી હતી.અને જરૃરિયાતમંદ દર્દીઓને વધુ સારવાર અર્થે મફત હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે તથા દર્દીઓને અલગ અલગ રોગ સમસ્યાઓની સારવાર અર્થે દવાઓનું પણ મફત વિતરણ કરાયું હતું આ પ્રસંગે અગ્રણી અજીતસિંહ સિંધા , તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ, તથા પ્રતાપભાઈ કારેલી ગામ અગ્રણીઓ સહિત ગ્રામ્ય જનતાએ મોટી સંખ્યામાં આયુર્વેદિક કેમ્પનો લાભ લીધો હતો

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: