Satya Tv News

જંબુસર આંગણવાડી દ્વારા બાળતૂલા દિવસની ઉજવણી કરવામાં આવી

ઉજવણી નિમિત્તે બાળકોનું વજન ઊંચાઈ કરી વાલીઓને જરૂરી સમજણ આપવામાં આવી

કુપોષણને ધ્યાનમાં લઈ જરૂરી સુચનો માર્ગદર્શન અપાયું

જંબુસર તાલુકાનાં કહાનવા ગામે ડેપ્યુટી સરપંચ મનીષાબેન પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળતુલા દિવસ નિમિત્તે બાળકોનું વજન ઊંચાઈ કરી વાલીઓને જરૂરી સમજણ આપી કુપોષણને ધ્યાનમાં લઈ જરૂરી સુચનો માર્ગદર્શન અપાયું હતું

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેવાડાના વ્યક્તિ માટે અનેક વિધ યોજનાઓ અમલમાં મૂકી છે અને આ તમામ યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે વડાપ્રધાનનું કુપોષણ મુક્ત ભારત બનાવવાનું સપનું છે તે સપનું સાકાર કરવા છ માસથી છ વર્ષના બાળકો માટે ૨૦૧૯ થી બાળતુલા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે બાળકોના આરોગ્યને પોષણને ધ્યાનમાં રાખીને પોષણનું સ્તર વધારવાના હેતુથી બાળતુલા ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ કાહનવા ગામે ડેપ્યુટી સરપંચ મનીષા પટેલ,બીજેપી તાલુકા ઉપપ્રમુખ જયેશપટેલ તાલુકા પંચાયત સદસ્ય રાજેન્દ્ર પરમાર અગ્રણી બળવંતસિંહ પઢીયાર ની પ્રેરક ઉપસ્થિતિમાં આંગણવાડી બહેનો દ્વારા બાળતુલા દિનની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં છ માસથી છ વર્ષના બાળકનું વજન ઉંચાઈ કરી બાળકોના વાલીઓનો ગ્રોથચાઇલ્ડના માધ્યમથી જરૃરી સમજણ આપી બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવા જરૂરી સુચનો માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અને કુપોષિત બાળકોને સુપોષિત કીટ જેમાં સુખડી , ચણા, મગસ,સીંગદાણા ચિકકી, ખજૂરપાક સહિતની કીટ આપી ગુજરાતમાંથી કુપોષણ દૂર કરવા પ્રયત્નો હાથ ધરાયા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત અજય જાદવ, સંજય વાઘેલા, પ્રતાપ સહિત અગ્રણીઓ હાજર રહ્યાં હતાં..

વિડિઓ જર્નલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: