નેત્રંગ તાલુકામાં ભૂમાફીયાઓ બેફામ બન્યા
નેત્રંગ તાલુકામાં ભૂમાફીયાઓ બેફામ ખેતી હેતુની જમીનમાં ખનન
સરકારી અધિકારીઓની મીલીભગતથી માટી ચોરીનું ચાલતું કૌભાંડ
નેત્રંગ તાલુકામાં ભૂમાફીયાઓ બેફામ બન્યા છે. સરકારી અધિકારીઓની સાઠગાંઠથી બેરોકટોક ખુલ્લેઆમ ગરીબ આદિવાસીઓને લોભ લાલચ આપી તેમની જમીનોમાંથી બેફામ માટી ખનન કરી બીજે પોચડવામા આવી રહી છે. જ્યાં માટી વેચી સરકારી રોયલ્ટીની ચોરી કરવામાં આવી રહી છે.
નેત્રંગ તાલુકામાં નેત્રંગ રાજપારડી રોડ, નેત્રંગ થી કોચબાર રોડ, ચાસવડ થી નાના જાબુંડા રોડ, ફુલવાડી થી પાટીખેડા રોડ ઉપર ખેતી હેતુ ની જમીનમાં સરકારી પરવાના વિના ગેર કાયદેસર રીતે માટીના ભઠ્ઠા બેરોકટોક ધમધમી રહ્યા છે. જ્યાં ગરીબ આદિવાસી ની જમીન ને લોભ લાલચ આપી પચાવી પાડવા આવે છે. આદિવાસીની જમીનની માટી માટે કોડીઓનો ભાવ જ્યારે એ જ માટીનું ખનન કરી મોટો નફો રડવામાં આવે છે. જ્યારે સરકારી રોયલ્ટીની ચોરી કરી સરકારી તિજોરીને નુકશાન પોચાડવાનું કામ કરાઈ રહ્યું છે. જ્યારે બીજી તરફ સરકારી અધિકારીઓને સ્થાનીક કક્ષાએ ગામનાં જાગૃત નાગરિકો ટેલીફોનીક જાણ કરે છતાં તેમને ઠંડા પાણી પીવડાવી વાત નું વતેસર કરી દેવાઈ છે.
આદિવાસીઓને જળ જંગલ અને જમીનનો અધિકાર મળ્યો છે. પરંતુ એ કાગળ ઉપર જ હોવાનું દેખાઈ આવે છે. જેનો ખરો અર્થ અને ખરું મહત્વ બિચારા આદિવાસીઓને ખબર જ નથી. જમીન પોતાની હોવાછતાં નફો રડવાનું કામ બીજા જ કરતા હોઈ છે. નેત્રંગ તાલુકા કક્ષાએ 40 થી વધુ ગેરકાયદેસર ઇટ ના ઈટના ભઠ્ઠાઓ આવેલાં છે. જેમાં 95 ટકા ભઠ્ઠાના માલિકો બિન આદિવાસી છે. જ્યાં 98 ટકા નફો ભઠ્ઠાના માલિકો રડી ખાઈ છે. અને જે જમીનનો ખરો માલિક છે એનાં પાસે ખુદનું પાક્કું મકાન પણ નહિ હોઈ. આ છે ખરીવાસ્તવિકતા ! બીજુ તરફ અનુસૂચિ 5 અને 6 માં ભારતીય બંધારણે આદિવાસી સમાજ માટે પૈસા એક્ટનું પ્રાવધાન આપ્યુ છે. જેમાં પંચાયતની પરવાનગી લેવી ફરજીયાત છે. પણ આદિવાસી વિસ્તાર હોવા છતાં કોઈ એની અમલવારી કરતું નથી. જેના કારણે જ આ ભૂમાફિયાઓ બેફામ બન્યા છે.
ભૂમાફીયા અને ઇટ ના ભઠ્ઠાના માલિક સતીશ પટેલ નામનાં વ્યક્તિનો કથિત એક વિડીયો વાઈરલ થયો છે. જ્યાં પોતે સ્વીકારે છે કે, નેત્રંગ તાલુકા કક્ષાએ એક પણ ભઠ્ઠાનો પરવાનો નથી. તમામ ગેરકાયદેસર છે, અને ચેલેન્જ ફેંકી હતી કે તાલુકામાં કોઈ પાસે હિંમત હોઈ તો બંધ કરી બતાવે. આમ ગેરકાયદેસર બેરોકટોક ખુલ્લેઆમ કોની છત્રછાયા હેઠળ ધમધમી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં ગુનાહિત કાવતરા તેમજ બે નબરના ધંધા માટે નેત્રંગ એપી સેન્ટર તરીકે ઓળખ ધરાવે છે. તેજ રીતે નેત્રંગ તાલુકોમાં – બાપ વિનાનો નોધારો હોવાનું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યો છે. જે ખરેખર ઘણાં અંશે સાચું ઠરે છે. કારણ આ તાલુકા કક્ષાએ થતાં નઠારાં કામોની નોંધ ઉપેલી કક્ષાએ લેવાતી જ નથી. ત્યાં સ્થાનિક રાજનીતિની ઢીલી નીતિ સામે અમલદારશાહી ખતરનાક સાબિત થઈ રહી છે.
ઇંટને પાકી કરવાં કેમિકલ, ટાયર અને લાકડાંનો ભરપુર ઉપયોગ ઇંટને પાકી કરવાં કોલસો તો ઠીક પણ તે સિવાઈ કેમિકલ, ટાયર અને લાકડાંનો ભરપુર ઉપયોગ કરવામા આવી રહ્યો છે. જેનાથી પર્યાવરણને નુક્શાન થઈ રહ્યું છે. તેમજ આ ઇટ ના ભઠ્ઠાના કામ કરતા લોકો અને આજુબાજુ રહેતાં લોકોને લાંબા ગાળે ગળું – ફેફસાં તેમજ શ્વાસની બીમારી થવાની આશંકા વર્તાઈ રહી છે. હવે GPCB આ બાબતે કોઈ એક્શન લેશે કે કેમ એ પણ જોવું રહ્યુ. નેત્રંગ અને વાલિયા તાલુકામાં માટી ખનન માટે અલગ અલગ નિયમો કામ કરી રહ્યાં હોવાનું સામે આવ્યુ છે. વાલીયા તાલુકાના મામલતદારને જાણ થતાં કરા મેરા નામનાં સ્થળ ઉપર પહોંચી ભૂમાફીયા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જ્યારે નેત્રંગ મામલતદાર ને સ્થાનિક રજૂઆત બાદ તમામ જાણ હોવા છતાં ભૂમાફીયાને છાવરતા હોવાનું લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે. આમ નેત્રંગના માફિયાઓ વિરુધ્ધ અલગ નિયમ અને વાલિયા ના ભૂમાફિયા વિરૂદ્ધ અલગ નિયમ લાગુ પડતો હોવાનું સામે આવ્યુ છે.
વિડીયો જર્નાલિસ્ટ મિતેષ આહીર સત્યા ટીવી નેત્રંગ