Satya Tv News

ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વાલિયા સરકારી ખસેડવામાં આવ્યો
વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વાલિયા તાલુકાના પીઠોર ગામમાં ચૂંટણીની અદાવતે માથાભારે ઇસમે તલવાર વડે હુમલો કરતા યુવાનને ઇજાઓ પહોંચી હતી

વાલિયા તાલુકાના પીઠોર ગામના ભગત ફળિયામાં રહેતા 25 વર્ષીય કમલેશ નટવર વસાવા પોતાના બે મિત્રો સાથે ગામમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા જે પરત ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન માર્ગમાં અરવિંદ રૂપસિંગ વસાવાએ ત્રણેય યુવાનોને અટકાવ્યા હતા અને કમલેશ વસાવાને કહેવા લાગ્યો હતો કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જયેશ રણજિત વસાવાનો પ્રચાર કેમ કરતા હતા તેમ કહી ઝઘડો કરી આવેશમાં આવી જઈ પોતાના હાથમાં રહેલ તલવાર કમલેશ વસાવાને માથાના ભાગે ઘા મારી દીધા હતા આ મારા મારીમાં ઇજા પામેલ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વાલિયા સરકારી ખસેડવામાં આવ્યો હતો મારા મારી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સત્યા ટીવી વાલિયા

error: