Satya Tv News

કોરોના મહામારીના કારણે છેલ્લાં 2 વર્ષથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરમાં નીકાળવામાં નથી આવી. ત્યારે આ વર્ષે રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવવાની શક્યતાને પગલે ગૃહ વિભાગ સતર્ક થઇ ગયો છે. રથયાત્રાને લઈને પોલીસ વિભાગ પણ એલર્ટ થઇ ગયો છે. ત્યારે રથયાત્રાને લઇને અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ. આ બેઠકમાં પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશનર તથા ટ્રાફિક જેસીપી પણ હાજર રહ્યાં હતાં.

રથયાત્રાને લઈને ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વચ્ચે યોજાયેલી બેઠક પૂર્ણ થયા બાદ હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘કોરોનાના કારણે 2 વર્ષ બાદ આ ભવ્ય રથયાત્રા નીકળશે. 2 વર્ષ બાદ લાખો ભક્તો દર્શન કરશે.’ તારીખ 14 જૂનના રોજ જળ યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી જોડાશે. આજે ગૃહ રાજ્યમંત્રીએ ભગવાનની આરતી કરીને મહંતના આશિર્વાદ લીધા. ભગવાનના દર્શન કરવા શહેરીજનોની સુરક્ષાને લઈને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.

તાજેતરમાં જ અખાત્રીજના દિવસે અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવેલા 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આ વિધિ બાદ જ રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળના 2 વર્ષ બાદ અખાત્રીજ પર્વે આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૈદિક મંત્રોચ્ચાર અને મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથનું પૂજન કરાયું હતું.

error: