Satya Tv News

ગુજરાત રાજ્યમાં યુવાધનને બરબાદ કરતા નશીલા કારોબારો પર ફરી એક વાર પોલીસે લાલ આંખ કરી છે.

ગુજરાત રાજ્યમાં યુવાધનને બરબાદ કરતા નશીલા કારોબારો પર ફરી એક વાર પોલીસે લાલ આંખ કરી છે. સુરત જિલ્લા SOG પોલીસે કામરેજ તાલુકાના ઉંભલ ગામ નજીક હાઇવે પર એક ટ્રકમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો

મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાના ઉંભલ ગામ નજીક હાઇવે પરથી મુંબઈ તરફ જવાના માર્ગ પર એક ટ્રકમાં ગાંજાનો જથ્થો લઈ જવામાં આવતો હોવાની સુરત જિલ્લા SOG પોલીસને બાતમી મળી હતી, ત્યારે બાતમી આધારે SOG પોલીસે રેડ કરી હતી, જ્યાં ઉંભેલ ગામ નજીક આવેલ મહાદેવ હોટલના પાર્કિંગ એરિયા પાછળના ભાગે પાર્ક કરેલ ટ્રકમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

જેમાં 701 કિલો ગાંજો જેની કિંમત 70 લાખ અને ટ્રક મળી કુલ કિંમત 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જોકે, પોલીસના દરોડાની ગંધ આવી જતા ટ્રક ચાલક સ્થળ ઉપર જ ટ્રક મુકી ફરાર થઈ ગયો હતો, ત્યારે હાલ તો પોલીસ દ્વારા ટ્રકના ડ્રાઈવર અને નશીલા કારોબારીઓની તપાસ શરૂ કરવામાં આવી છે.

વિડિયો જર્નાલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી સુરત

error: