Satya Tv News

જંબુસર પીલુદ્રા ગામે બોરના લાલ પાણીને લઇ ધરતીપુત્રો ચિંતિત

લાલ પાણીની સમસ્યા અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છે

પ્રશ્નનો કોઈ ઉકેલ નહી આવતા ધરતીપુત્રોમાં રોષ

જંબુસર પિલુદ્રા ગામનાં કહાનવા રોડ કેનાલ ચોકડી ગોકુળી વિસ્તારની આજુબાજુના ખેતરના ખેડૂતો ઘરવપરાશ તથા ખેતીના ઉપયોગ માટે પાણીનો બોર બનાવતા હોય છે પરંતુ તે બોરના પાણી લાલ કલરના નિકળતા આ વિસ્તારના ગ્રામજનોને પીવાના પાણી કે ઘરવપરાશ ખેતીના કામે ઉપયોગમાં લઈ શકાતા નથી.ગ્રામજનોએ પાણીની સમસ્યા અંગે વારંવાર રજુઆતો કરી છે છતાંય આ પ્રશ્નનો કોઈ ઉકેલ નહી આવતા ધરતીપુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે

જંબુસર તાલુકાના પિલુદ્રા ગામ પાસેથી વી ઇ સી એલ કેનાલ પસાર થાય છે જેમાં વડોદરાની કેમીકલ કંપનીઓના પ્રદુષિત પાણી વહે છે જે માનવ જીવન માટે ખૂબ જ નુકસાનકર્તા છે પિલુદ્રા ગામનાં કહાનવા રોડ કેનાલ ચોકડી ગોકુળી વિસ્તારની આજુબાજુના ખેતરના ખેડૂતો ઘરવપરાશ તથા ખેતીના ઉપયોગ માટે પાણીનો બોર બનાવતા હોય છે પરંતુ તે બોરના પાણી લાલ કલરના નિકળતા આ વિસ્તારના ગ્રામજનોને પીવાના પાણી કે ઘરવપરાશ ખેતીના કામે ઉપયોગમાં લઈ શકાતા નથી.જે અંગે ગ્રામજનોએ ૨૦૧૭ થી માં ગામમાં લાલ પાણીની સમસ્યા અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છે છતાંય આ પ્રશ્નનો કોઈ ઉકેલ નહી આવતા ધરતીપુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે લાલ પાણીને લઇ ખેતીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકશાન થઈ રહ્યુ છે તો ધરતીપુત્રો અને પીલુદ્રા સરપંચ દ્વારા લાલ પાણી પ્રશ્નનો વહેલી તકે ઉકેલ આવે તેવી તંત્રને વિનંતી કરવામાં આવી છે

વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: