Satya Tv News

જંબુસર પાદરા રોડ પર દેવકુઇ ફાટક પાસે અકસ્માત

વડોદરાથી ભોદર જતાં ટેમ્પો દેવકુઈ ફાટક પાસે પલ્ટી મારતા એકવીસને ઇજા એકનું મરણ

આશરે ચાર ને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા

જંબુસર પાદરા રોડ પર દેવકુઇ ફાટક પાસે અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત એકવીસ ઘાયલ પૈકી આશરે ચાર ને વડોદરા રિફર કરાયા હતા

હાલ લગ્ન પ્રસંગોની સીઝન હોય વડોદરાથી બેન્ડ જંબુસર તાલુકાના ભોદર ગામે આઈશર ટેમ્પોમાં બેન્ડના માણસો સાથે જતો હતો તે સમય દરમ્યાન જંબુસર તાલુકાના દેવકી ફાટક પાસે અચાનક ટેમ્પો પલ્ટી મારતા ટેમ્પામાં સવાર બેન્ડના માણસો પૈકી એકવીસ ને નાની મોટી ઈજાઓ થવા પામી હતી જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું સદર બનાવની જાણ એક સો આઠને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી ઈજાગ્રસ્તોને નજીકની જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં ફરજ પરના ડોક્ટરે ઈજાગ્રસ્તોને સારવાર આપી હતી તે પૈકી આશરે ચાર ને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવાની તજવીજ હાથ ધરી હતી .

વિડિઓ જર્નલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: