Satya Tv News

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના અમુક રાજ્યો જેવા કે યૂપી, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં મોસમ કરવટ બદલવાની આશા સેવી છે.

હવામાન વિભાગ દ્વારા એક ખુશખબરી આપવામાં આવી છે. દેશમાં કાળઝાળ ગરમીના કારણે અનેક રાજ્યોમાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. દેશના અમુક રાજ્યોમાં સૌથી વધુ 51 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ઓછામાં ઓછું 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના અમુક રાજ્યો જેવા કે યૂપી, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં મોસમ કરવટ બદલવાની આશા સેવી છે.

બીજી બાજુ દક્ષિણ પશ્ચિમ ચોમાસું આ વર્ષે જલ્દી દસ્તક આપે તેવા એંધાણ આપ્યા છે અને લોકોને ગરમીથી રાહત મળશે. IMD એ શુક્રવારે જાહેરાત કરી હતી કે બહુપ્રતીક્ષિત દક્ષિણ- પશ્ચિમ ચોમાસું કેરળમાં 27 મેના રોજ દસ્તક આપી શકે છે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ દસ્તક આપે છે.

error: