ઉમરપાડા તાલુકાનાં ચંદ્રપાડા ગામે રહેતી મહિલા રસોઈ બનાવવા માટે લાકડા લેવા માટે બહાર ગઈ, અને મહિલાના જેઠે તું ડાકણ છે, તારા લીધેજ અમારો પરિવાર બીમાર રહે છે. એમ જણાવી મહિલા પર હુમલો કરતાં મહિલાના પતિએ ઉમરપાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથધારી ઘટના અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉમરપાડા તાલુકાનાં ચંદ્રપાડા ગામે નિશાળ ફળિયામાં રહેતા માનસિંગભાઈ નવાભાઇ વસાવાના પત્ની સવારે ચા પાણી કરી નવેક વાગ્યાના અરસામાં ઘરની બહાર મુકેલ બળતણના લાકડા લેવા ગયા હતા. તે સમયે ભોગ બનનાર મહિલાનો જેઠ પુનજીભાઇ વસાવા આવી ને કહ્યું કે તું ડાકણ છે.
તારા લીધે જ ઘરના સભ્યો બીમાર રહે છે. એમ કહી માનસિંગ ભાઈએ કહ્યું મારી પત્ની ડાકણ હોય તો ભગત પાસે લઈજા એટલું કહેતા પુનજીભાઇ ઉશ્કેરાઈ જય લાકડીનો સપાટો મહિલાના માથામાં મારી દીધો હતો મહિલાએ બૂમાબૂમ કરતાં જ બીજો ભાઈ નારસિંગ વસાવા પણ લાકડી લઈને દોડી આવી મહિલાના હાથમાં તેમજ પીઠના ભાગે લાકડીના સપાટા માર્યા હતા અને નાલાયક ગાળો આપી હતી ઘટના અંગે માનસિંગભાઈ વસાવાએ ઉમરપાડા પોલીસ મથકે બંને ભાઈ પુનાજી વસાવા અને નારસિંગભાઈ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.