Satya Tv News

કર્ણાટકના બાગલકોટ જિલ્લામાંથી મહિલા વકીલને માર મારવાનો મામલો સામે આવ્યો છે. ઘટના ગત શનિવારે બપોરની છે, જ્યાં વિનાયકનગર વિસ્તારમાં સર્કલ રોડ પર મહંતેશ નામના એક શખ્સે મહિલાને જાહેરમાં માર માર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી મહંતેશ મહિલાનો પાડોશી છે અને બાગલકોટની હોર્ટિકલ્ચર યુનિવર્સિટીમાં ફોટોગ્રાફર તરીકે કામ કરે છે.

જ્યારે, પીડિત મહિલાનું નામ સંગીતા શિક્કેરી છે જે વ્યવસાયે વકીલ છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. ઝઘડાનું કારણ મિલકતનો વિવાદ હોવાનું કહેવાય છે.

error: