Satya Tv News

દેડીયાપાડા તાલુકાના મંડાળા ગામની સીમમાં આવેલા ખેતર માંથી મોટર ની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે

પ્રાપ્ત માહિતી મુજબ હેમંતભાઇ સુરેશભાઇ વસાવા, ધંધો-ખેતી રહે.ખાબજી ચૈતર ફળીયું તા.દેડીયાપાડા એ આપેલી ફરિયાદ અનુસાર તેમની મોટા મંડાળા ગામની સીમમાં આવેલ મગનભાઇ જોરીયાભાઇ વસાવાનું સર્વે નં.૨૧૭ વાળા ખેતર ની નજીકમાં આવેલ કરજણ નદિ ના પાણીમાં મુકેલ ત્રણ હોર્ષ પાવરની મોટર (દેડકા) કિં.રૂ.૧૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોય દેડીયાપાડા પોલીસે આ બાબતે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા

error: