Satya Tv News

જંબુસર પ્રેમી પંખીડાંએ કર્યો અગમ્ય કારણોસર આપઘાત

ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

બનાવ સંદર્ભે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો

જંબુસર તાલુકાના કાવી પોલીસ મથક વિસ્તારના એક ગામમાં પ્રેમસંબંધમાં અગમ્ય કારણોસર કિશોર અને સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું

કાવી પોલીસ મથક વિસ્તારના એક ગામે સગીર વયની દિકરી વહેલી સવારે પોતાના ઘરમાં પથારીમાં ન દેખાતાં તેના પરિવારજનોએ શોધખોળ કરી હતી તે દરમિયાન ગામની સીમમાં એક છોકરો અને છોકરીની લાશ ઝાડ ઉપર લટકતી હોવાની માહિતી મળતાં પરિવારના મોભીએ સ્થળ ઉપર દોડી જઇ જોતા ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં સગીરવયની દિકરી તેમની હોવાની ઓળખ થઈ હતી અને સાથે ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં રહેલા એ કિશોર ગામનો હોવાની ઓળખ કરી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય એકબીજાને પ્રેમ કરતાં હોય બંને જણાએ આપઘાત કર્યો હોવાની કેફિયત મૃતક સગીરાના પિતાએ કરી હતી સદર બનાવ અંગે કાવી પોલીસને જાણ કરતા તાત્કાલિક કાવી પીએસઆઈ એસ આર મેઘાણી સ્ટાફ સાથે દોડી જઈ હકીકતથી વાકેફ થઈ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

વિડિઓ જર્નલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: