Satya Tv News

પોલીસ સૂત્રો અનુસાર દહેજમાં લગ્ન પ્રસંગમાં ૫ મે ના રોજ રવિન્દ્ર રાઠોડની દિલપ્રીતસિંઘ ઉર્ફે મહોબતપ્રીત દિવાનસિંઘ અને અજયપાલ નરેન્દ્રસિંઘ વચ્ચે તકરાર થઇ હતી. આ બોલાચાલીમાં બંનેએ રવિન્દ્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

લગ્ન પ્રસંગમાં તકરારની સામાન્ય બાબતમાં હત્યાનો કારસો રચનાર બે શકશોને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. આ બે લોકો પાસેથી પોલીસે એક પિસ્ટલ , દેશી હાથ બનાવટનો તમંચો , મેગ્ઝીન અને 9 જીવતા કાર્ટીઝ કબ્જે કર્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય તકરારની ઘટનાને પણ પોલીસે ગંભીરતાથી લેવાના કારણે હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ પહેલા અટકાવી શકાયો હતો. બોલાચાલીની અરજીની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર કે ડી મંડોરાને ધ્યાને આવતા તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે શકશો ઉપર વોચ રખાવી હતી. પોલીસની દીર્ઘદ્રષ્ટિના કારણે વેપન લઈ હત્યા કરવા નીકળેલા બંને શકશોને ઘટના પહેલાજ ઝડપી પાડવામાં આવ્યા હતા.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નર્મદા ચોકડી વિસ્તારમાં દિલપ્રીતસિંઘ ઉર્ફે મહોબતપ્રીત દિવાનસિંઘ ઉ.વ. – ૨૫ હાલ રહેવાસી માખણીયા ફળીયુ , દહેજ અને મૂળ રહેવાસી પંજાબ અને અજયપાલ નરેન્દ્રસિંઘ ઉ.વ. – ૨૫ હાલ રહેવાસી માખણીયા ફળીયુ , દહેજ અને મૂળ રહેવાસી પંજાબને એક પિસ્ટલ , દેશી હાથ બનાવટનો તમંચો , મેગ્ઝીન અને 9 જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યા હતા. આ બંને હત્યાના ગુનાને અંજામ આપવા વેપન લાવ્યા હતા જેમને ગુનાને અંજામ આપે તે પહેલાજ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પડ્યા છે.

પોલીસ સૂત્રો અનુસાર દહેજમાં લગ્ન પ્રસંગમાં ૫ મે ના રોજ રવિન્દ્ર રાઠોડની દિલપ્રીતસિંઘ ઉર્ફે મહોબતપ્રીત દિવાનસિંઘ અને અજયપાલ નરેન્દ્રસિંઘ વચ્ચે તકરાર થઇ હતી. આ બોલાચાલીમાં બંનેએ રવિન્દ્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતની અરજી રવિન્દ્રએ દહેજ પોલીસ સ્ટેશનમાં આપી હતી. પોલીસે પ્રારંભે સામાન્ય તકરાર તરીકે મામલાની તપાસ શરૂ કરી હતી.

આ અરજી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર કે ડી મંડોરાને ધ્યાને આવતા તેમણે આરોપીઓની તપાસ કરાવી હતી જેમાં ધમકી આપનાર બન્ને લોકો કામથી બહારગામ ગયા હોવાની માહિતી મળી હતી. આ બાબતને શંકાથી જોઈ તેમના પરત આવવાની અને ત્યારબાદની હિલચાલ ઉપર વોચ રાખવા ટીમને સૂચના અપાઈ હતી.

આરોપીઓ પંજાબથી બસમાં હથિયારો સાથે ભરૂચ આવી રહ્યા હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. દિલપ્રીતસિંઘ અને અજયપાલ જેવા બસમાંથી ઉતર્યા તો પોલીસે તેમની તલાશી લીધી હતી.બંનેના સામાનની તપાસ કરતા પોલીસ ચોકી ઉઠી હતી. આ બે શકશો પાસેથી પોલીસે એક પિસ્ટલ , દેશી હાથ બનાવટનો તમંચો , મેગ્ઝીન અને 9 જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા. આરોપીઓ સામાન્ય તકરારનો બદલો લેવા હત્યા સુધીના ગુનાને અંજામ આપવાની પેરવીમાં હતા જોકે પોલીસે ઘટનાને બનતા પહેલા જ આરોપીઓને ઝડપી પડ્યા છે.હત્યાના ગુનાને અંજામ આપતા પહેલા નિષ્ફ્ળ બનાવવામાં ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેકટર જે.એન ભરવાડ સાથે પોલીસકર્મીઓ ચેતનસિંહ, સંજયભાઇ , જયેશભાઇ, નીમેશભાઇ અને મયુરભાઇએ ટીમવર્કથી કામગીરી કરી હતી

error: