Satya Tv News

ભારતી સિંહનો એક જુનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે જાસ્મીન ભસીન સાથે વાત કરતી જોવા મળે છે. વીડિયોમાં ભારતી દાઢી – મૂંછને લઈને મજાક ઉડાવતી જોવા મળે છે. દૂધ પીધા બાદ જો દાઢી મોંમાં આવી જાય તો વર્મીસીલીનો સ્વાદ આવે છે. ભારતીએ એમ પણ કહ્યું કે તેમની ઘણી બહેનપણીઓ છે, જે લગ્ન બાદ દાઢીમાંથી ટોલા કાઢવામાં વ્યસ્ત છે, પરંતુ સીખ સમુદાયને આ મજાક પસંદ ન પડી અને તેઓ ભારતી સિંહને ટ્રોલ કરવા લાગ્યા.

હવે આ મામલામાં ભારતી સિંહે માફી માંગી છે. વીડિયોમાં તે કહે છે કે એક બે દિવસથી વીડિયો વાયરલ થઇ રહ્યો છે. મને પણ મોકલવામાં આવ્યો છે અને મેસેજ પણ કરવામાં આવ્યો છે કે મેં દાઢી મૂંછની મજાક ઉડાવી છે. હું ગયા બે દિવસથી આ વીડિયો જોઈ રહી છું. હું રીક્વેસ્ટ કરવા માંગું છું કે તમે પણ તે વીડિયો જુઓ. મેં કોઈપણ ધર્મ કે કાસ્ટ વિષે નથી કહ્યું કે આ ધર્મનાં લોકો દાઢી રાખે છે. મેં નથી કહ્યું કે પંજાબી લોકો દાઢી રાખે છે કે પછી દાઢી મૂંછ રાખવાથી આ તકલીફ પડે છે. 

error: