Satya Tv News

દુધાળા પશુઓની ગરમીની અસર.

ગાય ભેસો સહિત દૂધ ઉત્પાદનમાં 50 થી 60%નો ઘટાડો.

દૂધની આવક ઘટવાથી દૂધ તથા દૂધની બનાવટોમાં ઘટાડો થયો છે, જેમાં ખાસ કરીને દહીં, છાશ, આઇસ્ક્રીમની બનાવટો ના ભાવમાં વધારો .

એક ભેંસ શિયાળામાં સરેરાશ 7 થી 8 લિટર દૂધ ની તેની સામે ઉનાળામાં માત્ર 3 થી 4 લીટર દૂધ આપે છે.

દુધાળા પશુઓમાં ગરમીમાં દૂધ ઉત્પાદન વધારવા પશુચિકિત્સક નું માર્ગદર્શન.

નર્મદા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ગરમીનો પારો વધીને 40 ડિગ્રી ઉપર પહોંચ્યો છે. ત્યારે ખાસ કરીને પશુ-પંખીઓ માટે ગરમીનો સામનો કરવો મુશ્કેલ થઇ રહ્યો છે, ત્યારે ગરમીની અસર દુધાળા પશુઓ માટે ખાસ થઈ રહી છે. નર્મદામાં અસહ્ય ગરમીનો સામનો કરતા દુધાળા પશુઓના દૂધ ઉત્પાદનમાં 50થી 60%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને કારણે પશુપાલકો ચિંતામાં મુકાયા છે.

પશુપાલકોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે એક ગાય શિયાળામાં સરેરાશ 10લીટર દૂધ આપે છે, તેની સામે ઉનાળામાં ગરમીને કારણે સરેરાશ માંડ 5 લીટર એટલે કે અડધો અડધ દૂધ આપે છે જ્યારે એક ભેંસ શિયાળામાં સરેરાશ 7 થી 8 લિટર દૂધ આપે છે. તેની સામે ઉનાળામાં દૂધ માત્ર 3 થી 4 લીટર આપે છે. દૂધની આવકમાં 50 %નો ઘટાડો થયો છે. ઉનાળામાં દૂધની વધતી જતી માંગને કારણે દૂધની આવક ઘટવાથી દૂધ તથા દૂધની બનાવટોમાં પણ ઘટાડો થયો છે. જેમાં ખાસ કરીને દહીં, છાશ, આઇસક્રીમની બનાવટો ના ભાવોમાં ધરખમ વધારો થયો છે .

જેને કારણે દૂધાળા પશુઓમાં ગરમીમાં દૂધ ઉત્પાદન વધારવા પશુ ચિકિત્સકો ખેડૂતો પશુ ચિકિત્સા અને માર્ગદર્શન આપી રહ્યા છે. જેમાંપશુ ચિકિત્સક ના જણાવ્યા અનુસાર પશુપાલકો પોતાના દુધાળા ઢોરોને ગરમીથી બચાવવા તથા દૂધ ઉત્પાદન વધારવા ઢોરોને ખૂબ પાણી પીવડાવવું, 3 થી 4 ટાઈમ નવાડવું, ઢોરો ને કોળિયા શેડ નીચે બેસવા રાખવા, શરીર ઉપર પાણીનો છંટકાવ કરવો, પંખા કૂલર, મૂકવા ઝાડ ના છાયડા નીચે પશુઓને રાખવાની સલાહ આપવામાં આવે છે. આવા ઉપચારોથી ગરમી થી રાહત મળતા પશુઓના દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ, સત્યા ટીવી રાજપીપળા

error: