નર્મદામાં સિઝનમાં 2 થી 3 લાખ કિલો બરફનો વપરાશમાં વધારો.
રાજપીપળાની બરફ ની ફેક્ટરી માં 24 કલાક બરફનું ઉત્પાદન.
નગરમાં શેરડીના રસ,આઈસ્ક્રીમ,બરફના ગોળા, જ્યુસ વગેરેમાં બરફની ભારે માંગ.
બરફની શુદ્ધતા અને સ્વચ્છતા અંગે ઉઠતા અનેક સવાલો.
નર્મદા જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગઈ છે. સવારથી જ પરસેવો રેબઝેબ લોકો ગરમીથી પરેશાન થઇ જતા બરફ ઠંડા પાણી તરફ લોકો વડીયા છે.જેમાં સામાન્ય જનતા માટે બરફની માંગમાં વધારો જોવા મળ્યો છે. હાલ નર્મદામાં 42 ડિગ્રી ગરમીમાં લોકો ફ્રિજનો વધારે ઉપયોગ કરે છે. પરંતુ સામાન્ય લોકો ફ્રીજ ખરીદી શકતા નથી. તેથી ઉનાળામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો બરફનો વધારે ઉપયોગ કરે છે. ઉનાળામાં બરફની માંગમાં અનેક ગણો વધારો થઈ જાય છે.
હાલ રાજપીપળાની બરફ આઈસની ફેક્ટરી માં 24 કલાક બરફનું ઉત્પાદન થઈ રહ્યું છે. ઉનાળામાં નર્મદામાં ગરમીનો પારો વધતાં બરફની માંગમાં વધારો થયો છે.નર્મદામાં સિઝનમાં 2 થી 3 લાખ કિલો બરફનો વપરાશ થાય છે.
હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ પડ્યું છે. ત્યારે ગરમીમાં ઠંડક મેળવવા લોકો ગરમીમાં બરફનો વિશેષ ઉપયોગ કરતા થયા છે.ખાસ કરીને શેરડીના રસ, આઈસ્ક્રીમ, બરફના ગોળા,કેરીનો રસ વગેરેમાં બરફની ભારે માંગ છે.મચ્છી માર્કેટમાં માછલીને સાચવવા માટે બરફનો ખાસ ઉપયોગ થાય છે. ઉપરાંત કેળા, કેરી જેવા ફળ પકવવા માટે પણ બરફનો ભરપૂર ઉપયોગ થાય છે.લોકો પાણી ઠંડુ થવા માટે બરફનો ઉપયોગ કરે છે.
રાજપીપળાની બરફ ફેક્ટરી માં બરફનું ઉત્પાદન થઈ રહ્યું છે જો કે બરફ બનાવવા વપરાતું પાણી કેટલું છે તે તપાસનો વિષય બન્યો છે.કારણ કે મોટાભાગની બરફની ફેક્ટરીઓમાં ક્લોરીનેશન વાળું પાણી વપરાય છે કે નહીં તે ચેક કરવાની ફરજ નગરપાલિકાની છે . ઉનાળામાં નગરપાલિકા દ્વારા બરફ બનાવતી ફેક્ટરીઓમાં સ્વચ્છતાના ધોરણ જળવાઈ છે કે નહીં તે પણ ચેક કરવાની જરૂર છે.ફેક્ટરીઓમાં બરફને લાદી ગુંદી ધૂળવાળી જગ્યામાં બરફ કપાય છે.કારીગરો બરફની લાદી ગંદા હાથોમાં પકડી ગ્લવઝ કે મોજા પહેર્યા વગર ગંદા હાથે બરફના ટૂકડા કરીને ગ્રાહકોને અપાય છે.જે ખરેખર આરોગ્ય માટે નુકસાનકારક છે. નગર પાલિકાનું તંત્ર આ બાબતે નિષ્ક્રિય જણાય છે, સઘાન ચેકિંગ થતું નથી.
રાજપીપળા નગરપાલિકામાં વર્ષોથી સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી હોવાથી ચેકિંગ થતું નથી.તેમજ કોઈ પગલાં લેવાતા નથી. ગંદા અશુદ્ધ પાણી બરફનો ઉપયોગ કરવાથી કમળો, ડાયેરિયા જેવા પાણીજન્ય રોગોની આમંત્રણ આપે તેમ હોવાથી નગરપાલિકા સઘન ચેકિંગ કરે તેવી લોકોની માંગ પણ ઉઠી છે.લોકોએ પણ બરફનો ઉપયોગ કરતાં પહેલાં ચેતવા જેવું તો ખરું.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપળા