Satya Tv News

ખેડૂતોએ ફરી એક વાર સરકાર વિરુદ્ધ પોતાના વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. મંગળવારે 23 ખેડૂત સંગઠનોએ ચંડીગઢમાંથી માર્ચ કરી રહ્યા છે. આ તમામની વચ્ચે ચંડીગઢ-મોહાલી બોર્ડર પર ખેડૂતોએ બેરિકેડીંગ તોડવાની કોશિશ કરી છે. ત્યાર બાદ પોલીસે અને ખેડૂતો વચ્ચે અથડામણ થયું હતું. ખેડૂત સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે, રાજ્ય સરકારે તેમની સાથે છળકપટ કર્યું છે. 

સંયુક્ત કિસાન મોર્ચના બેનર હેઠળ ખેડૂત સંગઠનોએ આ વખતે પંજાબ સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. ખેડૂતોનું કહેવુ છે કે, તેમણે ઘઉં પર 500 રૂપિયાની બોનસની માગ કરી હતી. તેના પર મુખ્યમંત્રી ભગવંત માન રાજી હતા. પણ હજૂ સુધી સરકાર તરફથી કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી.

રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો મંગળવારે દિલ્હી આંદોલનની માફક ચંડીગઢ તરફ આગળ વધી રહ્યા છે. મોહાલી પોલીસે તેમને સરહદ પર રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ આ દરમિયાન ખેડૂતોએ પોલીસના બેરિકેડિંગ તોડી દીધા હતા અને ત્યાર બાદ ખેડૂતો અને પોલીસની વચ્ચે અથડામણ થઈ હતી.

error: