ગુજરાતના રાજકારણમાં જોરદાર ભૂકંપ આવ્યો છે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે લાંબા સમયની નારાજગી બાદ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જ હાર્દિક પટેલ પર હુમલા કરી રહ્યા છે.
હેમાંગ વસાવડા કહ્યું કે હાર્દિક પટેલે કીધું એમ ટિકિટ આપવામાં આવી હતી, યુપી, બિહાર અને પંજાબમાં તેમને મોકલવામાં આવ્યા હતા. રાહુલજીએ તેમને ખૂબ જ તકો આપી હતી. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસમાં જોડાણ નથી તેવું તો પહેલેથી દેખાતું હતું, આમારી પાર્ટી સક્ષમ છે, તેમના જવાથી કોઈ નુકસાન થવાનું નથી. જે રીતે એમણે ચૂંટણી લડવાની મંજૂરી મેળવી અને ફટાફટ કેસો પાછા ખેંચાવવા મંડ્યા એટલે પહેલેથી જ એંધાણ હતા કે તેઓ પાર્ટી છોડવાના હતા.
કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું છે કે હાર્દિક પટેલના જવાથી કોઈ મોટી ખોટ પડવાની નથી અને તેઓ ભાજપના શરણે જઈ રહ્યા છે. જે ભાજપની સામે તેઓ નિવેદનો કરી રહ્યા હતા તે જ ભાજપમાં તેઓ જઈ રહ્યા છે.
વરુણ પટેલે જણાવ્યું કે હાર્દિક કોંગ્રેસ છોડે છે તે વાત તો ફિક્સ જ હતું, તેમણે છોડ્યું ન હોત તો તેઓને કોંગ્રેસમાંથી કાઢી નાંખવામાં આવ્યા હોત. જો તેઓ ભાજપમાં આવવાના હોય તો મને નથી લાગતું કે કોઈ કાર્યકર તેમનો સ્વીકાર કરે, જોકે નિર્ણય તો મોવડી મંડળ જ છે.
ચિરાગ પટેલે કહ્યું, કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા તે નિર્ણય જ ખોટો નિર્ણય હતો.