પાર્કમાં પ્રાણીઓને છાંયડો મળે તે માટે વડ સહીત 2000 જેટલાં વૃક્ષો રોપવામાં આવ્યા છે
હરણકૂળના પ્રાણીઓ, નાના વાંદરાઓ માટે પણ ફોગર દ્વારા પાણીના ફુવારો છાટવામાં આવે છે
વધારે ગરમી હોય તો પીવાના પાણી મા બરફના ક્યુબ પણ ઉમેરવામા આવે છે.
પ્રાણીઓ પક્ષીઓના શરીરમા ગરમીનું પ્રમાણ ન વધે તે માટે કુલમિંગ પાવડર, ઇલેક્ટ્રોપાવડરનું પાણી પીવડાવાય છે
પક્ષીઓમા વર્ડ પલ્સ દ્વારા વિટામિન સી ડ્રોપ સિસ્ટમથી પીવડાવવામા આવે છે. જે એન્ટી ટ્રેસ વિટામિન તરીકે કામ કરે છે
પક્ષીઓને ગરમીમા રાહત આપે તેવા તરબૂચ, શક્કરટેટી, મોસંબી, કાકડી, ટામેટા જેવા પાણી વાળા ફળો ખવડાવવામાં આવે છે
જંગલ સફારી પાર્કમા હાલ અસહ્ય ગરમી વચ્ચે પણ પ્રવાસીઓ જંગલ સફારી પાર્કમા ઉમટી રહ્યા છે.દેશવિદેશના પ્રવાસીઓ માટે પ્રવાસીઓની પહેલી પસંદ જંગલ સફારી પાર્ક બની ગઈ છે.જોકે ગરમીને ધ્યાનમા લઈને હાલ પ્રાણીઓમાટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
નર્મદા મા હાલ ગરમીનો પારો 40 થી 42 ડિગ્રીને વટાવી ગયો છે. ત્યારે મનુષ્ય સહીત પશુ પક્ષીઓને પણ અસહ્ય ગરમીમાં અસર થઈ રહી છે. ત્યારે કેવડિયાખાતે આવેલ જંગલ સફારી પાર્ક (સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક )જે ૩૭૫ એકરમાં ફેલાયેલ છે જેમાં દેશ-વિદેશનાં ૧૧૦૦ થી વધુ પ્રાણી-પક્ષીઓનો સમાવેશ થયેલ છે ત્યાં હાલ ઉનાળાની ઋતુને ધ્યાને લઈને જરૂરીયાત મુજબ ઠંડક રહે અને સાનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ થાય તે માટેગરમીમાં AC,કુલર અને પંખા મૂકાયા છે
પાર્કમાં પ્રાણીઓને ઠન્ડુ વાતાવરણ મળી રહે તે માટે છાંયડો આપે તેવાવડ સહીત 2000 જેટલાં વૃક્ષો રોપવામાં આવ્યા છે.જમીનમા ભેજ રહે તે માટે રોજ પાણી છાંટવામા આવે છે પક્ષીઓ ના ડોમમા પાણીના ફુવારા રાખવામા આવ્યા છે. હરણકૂળના પ્રાણીઓ, નાના વાંદરાઓ માટે પણ ફોગર દ્વારા પાણીના ફુવારો છાટવામાં આવે છે.વધારે ગરમી હોય ત્યારે પીવાના પાણી મા બરફના ક્યુબ પણ ઉમેરવામા આવે છે.
જેઓસ્ટ્રેલિયન પ્રાણીઓ ખાસ કરીને જ્યાં લાંબા અને આલપાકા જેવા પ્રાણીઓ થન્ડા પ્રદેશના પ્રાણીઓ માટે એ.સી.ની વ્યવસ્થા કરવામાં આવી છે. શરીરની ગરમી ઓછી થાય તે માટે ફર વાળા કેશ કાપી નાખવામા આવે છે. બાકીના પ્રાણીઓને ગરમીથી રાહત આપવા 12જેટલાં કૂલરો લગાવવામા આવ્યા છે.
આ અંગે ડૉ. જ્હાન્વી રીતરીયાએ એક મુલાકાતમા વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રાણીઓ પક્ષીઓના શરીરમા ગરમીનું પ્રમાણ ન વધે તે માટે કુલમિંગ પાવડર, ઇલેક્ટ્રોપાવડર નું પાણી હરણ વર્ગના પ્રાણીઓને પીવડાવવામાં આવે છે. જયારે મોટા જાનવરો ગેંડો, હિપ્પો ને પણ પાવડર વાળું પાણી પીવડાવવા મા આવે છે. એનાથી ગરમીનો ટ્રેસ ઓછો થાય છે. અને બોડીમાં ડીહાઇડ્રેશન જળવાઈ રહે છે. જયારે પક્ષીઓમા વર્ડ પલ્સ દ્વારા વિટામિન સી ડ્રોપ સિસ્ટમથી પીવડાવવામા આવે છે. જે એન્ટી ટ્રેસ વિટામિન તરીકે કામ કરે છે
એ ઉપરાંત પક્ષીઓને ગરમીમા રાહત આપે તેવા તરબૂચ, શક્કરટેટી, મોસંબી, કાકડી, ટામેટા જેવા પાણી વાળા ફળો ખવડાવવામાં આવે છે
આ અંગે આરએફઓ ડૉ આર એમ જાદવે પ્રવાસીઓ માટે વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રાણીઓ ગરમીમા બપોરના સમયે આરામ કરતા હોય છે તેમનો આરામનો સમય 11થી સાડા ત્રણ સુધીનો હોય છે આ સમયમા પ્રાણીઓ સુસુપ્ત અવસ્થામા હોય છે. જયારે 11પહેલા સવારે અને 4પછી સાંજે ગરમી ઓછી હોવાથી આ સમયે પ્રાણીઓ સક્રિય હોય છે આવા સમયે પ્રાણીઓ જોવાની પ્રવાસીઓને મઝા પડશે.
જ્યારે નાયબ વન સંરક્ષક ડૉ રતન નાલાએ જણાવ્યું હતું કે તબીબો તેમજ બાયોલોજીસ્ટ સહીતની ટીમ ૨૪ કલાકમાં ત્રણ-ત્રણ વાર દેખરેખ કરી રહ્યા છે.પ્રાણી-પક્ષીઓ.માટે લેવાઈ રહેલ સવિશેષ કાળજી સાથે સાનુકૂળ વાતાવરણ ઊભું કરાયુંછે સાથે સાથે રાઉન્ડ ધી ક્લોક કામ કરતાં ૬૭ જેટલા તાલીમબધ્ધ એનિમલ કિપર પણ હંમેશા નિરીક્ષણ કરતા રહે છે.બદલાતી જતી ઋતુ પ્રમાણે પ્રત્યેક પ્રાણી-પક્ષીઓ માટે જે ડાયેટ પ્લાન નક્કી કરાયેલ છે તે મુજબ જ નિષ્ણાંતની દેખરેખમાં પ્રતિદિન ખોરાક અપાઈ રહ્યો છે.હાલ તમામ પ્રાણી-પક્ષી સ્વસ્થ છે અને મુક્તમને વિહાર કરી રહ્યા હોવાનું જણાવ્યું છે
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સત્યા ટીવી , રાજપીપલા