હળવદમાં દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યાં છે. મોરબીના હળવદમાં આવેલા એક મીઠાના કારખાનામાં 12 શ્રમિકોનાં મોત થયા છે જ્યારે અન્ય કેટલાંક લોકો તેમાં ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવદ જવા રવાના થયા છે. આજના તમામ કાર્યક્રમ રદ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવદ જવા રવાના થઇ ગયા છે.